જંત્રીનું જંતરમંતર.અધિકારી બેદરકાર અને નાગરિક જવાબદાર. એવું કેવું??

| Updated: September 25, 2021 11:01 am

મિલકતની ખરીદી અને વેચાણ જેવી મહત્ત્વની બાબતમાં અમદાવાદના નાગરિકોને,  વહીવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલા  અને ટાળી શકાય તેવા મુદ્દાઓના કારણે સાથે તકલીફો ઉઠાવવી પડે  છે.

સ્ટેમ્પ ડ્યૂટી અધિકારીઓ અને  મહેસુલ વિભાગ માટે જંત્રીના દરો સુનિશ્ચિત કરવાનું કાર્ય એ  સ્પષ્ટપણે અત્યંત મહત્વનું  અને મૂળભૂત કાર્ય છે, છતાં 10000 થી વધુ સર્વે નંબરોમાં જંત્રી દર નક્કી કરવાનું કાર્ય હજુ સુધી અધૂરું રહ્યું છે.

જંત્રીના દરોમાં  છેલ્લો સુધારો  વર્ષ 2011 માં થયો હતો.. જંત્રી દર એ  મહેસૂલ વિભાગ દ્વારા  વાજબી મનાયેલા , શહેર, નગર અથવા ગામના દરેક  વિસ્તારમાં  જમીનના  મૂલ્યના રેડી રેકનરના રૂપમાં  પ્રકાશિત થતા  દર છે. વેચાણ અથવા ભેટ દ્વારા મિલકતના સ્થાનાંતરણ પર સરકાર દ્વારા  વસુલવામાં  આવતી સ્ટેમ્પ ડ્યુટી માટે  આ દર પ્રમાણભૂત ન્યૂનતમ મૂલ્ય  હોય છે.

સબ-રજિસ્ટ્રાર કચેરીઓ તરફથી સ્પષ્ટતાની ના હોવાથી , જ્યાં જંત્રી  નિશ્ચિત નથી  એવા સર્વે નંબરોમાં તેની  નજીકના સર્વે નંબરને આધાર માનીને ગણતરી કરવામાં  આવે છે.  તેથી ઘણી વાર એવું બનવાની શક્યતા રહે છે કે વાસ્તવિક મૂલ્ય  કરતા  જંત્રી ઓછી ગણાય  અને  જયારે ઓડિટ દરમિયાન નોંધવામાં   આવે ત્યારે દસ્તાવેજ કરાયાના ઘણા સમય બાદ  અણજાણ ખરીદનારને લાખોમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાનો વારો આવી શકે છે.

2011 ના જંત્રી દર વખતે પણ, સરકારને અમુક વિસ્તારમાં અયોગ્ય રીતે જંત્રીની ગણના થઇ હોવાના આક્ષેપ સાથે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે  સરકારે નક્કી કરેલા દરોના અમલીકરણને અમુક રીતે રોલબેક કરવું પડ્યું હતું.

હવે, જોવા મળે છે કે  નાયબ કલેકટર કચેરી ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ 68 (2) હેઠળ અમદાવાદ શહેર અને જિલ્લામાં રિકવરી નોટિસ જારી કરી રહી છે. નોટિસનો  જવાબ આપવા માટે અને સ્ટૅમ્પ ડ્યુટીના તફાવતની રકમની ચુકવણી કરવા માટે સાત દિવસનો સમય આપાય  છે

સરકારી અધિકારીઓ રજુઆત  કરે છે કે ઓડિટમાં વિસંગતતા બહાર આવી હોવાથી,  તેઓ તફાવતની રકમ વસૂલવા બંધાયેલા છે. જોકે  પહેલા પ્રથમ તો એ સવાલ ઉભો થવો જોઈએ કે શા માટે અને કેવી રીતે મિલકતનો સોદો ખોટી સ્ટેમ્પ ડ્યુટી સાથે નોંધવામાં આવ્યો  આ ટાળી શકાય તેવી સમસ્યા માટે રજિસ્ટ્રાર અને મહેસૂલ અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ કે નહીં? એક પીડિત નાગરિકે સવાલ કર્યો.

Your email address will not be published. Required fields are marked *