જાપાન: કૂતરા જેવા દેખાવા માટે રુ. 12 લાખ ખર્ચી નાખ્યા!

| Updated: May 26, 2022 2:30 pm

કેટલાક તરંગી લોકો કોઇ સેલિબ્રિટી અથવા તો બાર્બી ડોલ જેવા દેખાવા માટે લાખો ડોલર ખર્ચી નાખે તે તો આપણે સાંભળ્યું છે,પરંતુ એક વિચિત્ર ઘટનામાં, એક જાપાની વ્યક્તિએ કૂતરા જેવા દેખાવા માટે રુ. 12 લાખ (20 લાખ યેન) ખર્ચ્યા છે. જ્યારે @toco_eevee નામનું ટ્વિટર હેન્ડલ ધરાવતી આ વ્યકિતએ તેના નવા અવતારમાં તેના ફોટા પોસ્ટ કર્યા ત્યારે તેને જોનારા નેટિજન્સ પાગલ થઇ ગયા હતા. અહેવાલ અનુસાર ઝેપેટ નામની પ્રોફેશનલ એજન્સીના કારણે કુતરા જેવું રુપ ધારણ કરવાનું શક્ય બન્યું હતું.

સ્થાનિક જાપાનીઝ ન્યૂઝ આઉટલેટ ન્યૂઝ.માયનવીએ જણાવ્યું હતું કે ઝેપેટે ટોકો માટે “કોલી” (કૂતરાની એક જાતિ) જેવો કસ્ટમાઇઝ્ડ કોસ્ચ્યુમ બનાવ્યો છે. જેની કિંમત આશરે 20 લાખ યેન છે અને તેને તૈયાર કરવામાં ઝેપેટને 40 દિવસ લાગ્યા હતા.

ટોકોએ ન્યૂઝ.માયનાવિન્ડે કહ્યું, મેં કોલી બનાવ્યું કારણ કે જ્યારે હું તેને પહેરું છું ત્યારે તે એકદમ વાસ્તવિક લાગે છે. કોલી મારું પ્રિય પ્રાણી છે.મેં વિચાર્યું કે મારી નજીકનું એક મોટું પ્રાણી સારું રહેશે, કારણ કે તે એક વાસ્તવિક મોડેલ હશે, તેથી મેં તેને કૂતરો બનાવવાનું નક્કી કર્યું. લાંબા વાળવાળા કૂતરાઓ માનવ આકારને ભરમાવી શકે છે. તેથી મેં કોલીને બનાવ્યો, જે મારો પ્રિય કૂતરો છે.

કોસ્ચ્યુમ કેટલો ફ્લેક્સિબલ છે તે અંગે ટોકોએ કહ્યું, કેટલીક અડચણો છે પરંતુ તમે તેને દુર કરી શકો છો.જો કે, તમે તેને વધુ પડતું ખસેડશો, તો તે કૂતરા જેવું દેખાશે નહીં. ટોકોની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જેના એક એક વિડિયોમાં દર્શકોને “તમે જોવા માંગો છો તે વિડિયો માટેની વિનંતી” કરતા જોઇ શકાય છે.

Read Also : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા

Your email address will not be published.