મુન્દ્રા ડ્રગ્સ કેસમાં જેનું નામ બહાર આવ્યું તે જાવેદ અફઘાની કોણ છે?

| Updated: October 8, 2021 3:20 pm

મુન્દ્રા પોર્ટ પર DRI દ્વારા ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સ કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAને સોંપવામાં આવી છે. આ કેસમાં અફઘાનિસ્તાનનું નામ આવતા ટેરર એન્ગલની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડ્રગ્સ કેસમાં અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા જાવેદ અફઘાનીનું નામ બહાર આવ્યું છે. જાવેદ અફઘાની ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવે છે અને આ કેસમાં તેની સંડોવણી હોવાની વિગતો NIAને મળી છે.

આ કેસના આરોપી સુધાકરન અને રાજકુમાર અગાઉ એક સાથે કામ કરતા હતા. રાજકુમારે અફઘાનિસ્તાનના જાવેદ સાથે સુધાકરનની મુલાકાત કરાવી હતી. જાવેદનું કામ ત્યારબાદ શરૂ થયું હતું. તેણે અફઘાનિસ્તાનના હસન સાથે સુધાકરણની વાત કરાવીને ડ્રગ મોકલવાની ચર્ચા કરી હતી. જોકે હાલ સુધાકરન જે વાત અધિકરીઓને કહી રહ્યો છે તે પ્રમાણે તેની કંપનીનો માત્ર ઉપયોગ થયો છે અને જૂન મહિનામાં જે ડ્રગ આવ્યું હતું તેના માટે તેને માત્ર 80 હજાર રૂપિયા મળ્યાં હતાં અને આ વખતે તેને 1.5 લાખ મળવાની વાત હતી.

કોણ છે જાવેદ અફઘાની

મૂળ અફઘાનિસ્તાનનો વતની જાવેદ અફઘાની આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે. NIAની તપાસ પ્રમાણે તે તાલિબાનો માટે ટેરર ફન્ડિંગની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો છે. જાવેદ ભારતના ડ્રગ્સ સપ્લાય કરવામાં અગત્યનો રોલ છે. ભારતમાં ખાસ કરીને સાઉથમાં તેના સારા કોન્ટેક્ટ છે અને તે એ સોર્સ મારફતે જ ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. આ સમગ્ર કેસમાં અફઘાનિસ્તાનના આરોપીઓની ધરપકડ થતાં NIA એ સૌથી પહેલા ત્રાસવાદના એન્ગલથી તપાસ શરૂ કરી છે. તમામ તપાસ એજન્સીઓ હાલમાં જાવેદના ક્રિમિનલ રેકોર્ડની ચકાસણી કરી રહી છે.

Your email address will not be published. Required fields are marked *