કરિના, સૈફના બીજા પુત્રનું નામ જેહ કેમ રખાયું?

| Updated: July 10, 2021 7:01 pm

બોલીવૂડ સુપરસ્ટાર અને પ્રતિભાશાળી અભિનેત્રી કરીના કપૂર ખાનના બીજા પુત્રનું નામકરણ થઈ ચૂક્યું છે. આ વાતની પુષ્ટી ખુદ નાના રણધીર કપૂરે કરી છે. તેમણે જાહેરાત કરી છે કે સૈફ અને કરીનાના બીજા પુત્રનું નામ જેહ રાખવામાં આવ્યું છે.

ફેબ્રુઆરી 2021માં બીજા પુત્રના જન્મ બાદ અભિનેત્રી કરીના કપૂરના ફેન્સ લાંબા સમયથી તેનું નામ જાણવા માંગતા હતા. લેટિન અને ફારસી એમ બંને ભાષાઓમાં જેહ શબ્દ મળે છે. લેટિનમાં તેનો અર્થ બ્લુ ક્રેસટેડ બર્ડ અથવા ભૂરી કલગીવાળું પક્ષી થાય છે. ફારસીમાં લાવવું અથવા આવવું જેવો મતલબ થાય છે.

જુના પારસી ધર્મગ્રંથો જોતા ખ્યાલ આવશે કે જેહ શબ્દનો પ્રયોગ અપમાનજનક રીતે કરવામાં આવ્યો છે. તેને મહિલાઓના માસિક ધર્મ અથવા વાસના સાથે જોડવામાં આવે છે. આજે પણ જેહ શબ્દની ઉત્પત્તિ અને તેની ખરાઈ પર લાંબી ચર્ચાઓ થાય છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાને ફારસી ભાષામાંથી પ્રેરણા લીધી હોય એવું આ પ્રથમ વખત નથી. તેમના પહેલા પુત્ર તૈમુરનું નામ પણ તેમણે ફારસીમાં પસંદ કર્યું છે જેનો અર્થ થાય છે પોલાદ.
કરીના કપૂર કદાચ આ શબ્દથી આકર્ષાઈ હશે, પણ તેના ફેન્સ અને બોલીવૂડ બહાર તૈમુર નામે ઘણી ચર્ચા પેદા કરી છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરના દાદાનું નામ તૈમુર હતું અને તેઓ અત્યંત હિંસક, ક્રૂર ગણાતા હતા. તેમણે દિલ્હી પર ફતેહ મેળવવા માટે તમામ લોકોના માથા કાપી નાખવા સૈનિકોને આદેશ આપ્યો હતો.
જેવી રીતે તૈમુરનું નામ સતત વિવાદોમાં રહ્યું છે તેને ધ્યાનમાં રાખતા શું કરીના અને સૈફના ચાહકો તેમના બીજા સંતાનના નામ જેહને કઇ રીતે સ્વીકારે છે તે જોવાનું રહેશે.

Your email address will not be published.