અમદાવાદમાં પ્રેસ્ટિજ ટાવરમાંથી રૂ. 27.40 લાખની જ્વેલરીની લૂંટ

| Updated: July 5, 2021 8:51 pm

કોરોનાના કારણે અમદાવાદમાં રાતના સમયે કરફ્યુ હોવા છતાં બોડકદેવમાં એક જગ્યાએ ચોર ત્રાટક્યા હતા અને લગભગ 27.40 લાખની જ્વેલરીની લૂંટ ચલાવી હતી.
પોલીસે જણાવ્યા પ્રમાણે બોડકદેવમાં આવેલા પ્રેસ્ટિજ ટાવરના ફ્લેટ નંબર સી-201માં ચોર ઘૂસ્યા હતા અને સોના-ચાંદીના વાસણો, ઘરેણા અને જ્વેલરી લઈને ભાગી ગયા હતા. આ વિશે 3 જુલાઈએ વસ્ત્રાપુર પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે.
38 વર્ષીય પૂર્વાંજલિ અગરવાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે તે તેની માતા અને ભાઈ સાથે રહે છે. તેના ભાઈની પત્ની જોધપુર રહે છે.
અગરવાલના પતિ અનુજ પાલનપુરમાં રહે છે. 2015થી તેમની વચ્ચે ડિવોર્સ કેસ ચાલે છે તેથી તેઓ અલગ રહે છે. એફઆઈઆર પ્રમાણે અગરવાલ તેના બાળકો સાથે પહેલી મેના રોજ પિતાના ઘરે જોધપુર ગઈ હતી અને ત્રીજી જુલાઈએ રાતે 8.15 વાગ્યે પરત આવી હતી.
ઘરે આવ્યા પછી તેમને જાણવા મળ્યું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો, તેઓ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચેક કરવા ગયા ત્યારે તે ગુમ હતું. તેમણે જોયું કે મંદિરમાં રાખેલી જ્વેલરી ગુમ હતી. તેમણે કબાટ ખોલીને જોયું તો ડિવોર્સ પેપર, સોનું અને ડાયમંડ જ્વેલરી પણ ગુમ હતી. પોલીસે કહ્યું કે તે નજીકના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

Your email address will not be published.