જીગ્નેશ મેવાણીને આસામમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં ધરપકડ

| Updated: April 25, 2022 8:24 pm

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ગુજરાતમાંથી ગત અઠવાડિયે મેવાણીની અચાનક મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત અઠવાડિયે જીગ્નેશ મેવાણીની મોડી રાત્રે આસામ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. જયારે આજે તેને જામીન મળ્યા બાદ બીજા કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ બાદ કોકરાઝાર જિલ્લાથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે. બીજા કેસમાં પોલીસ સુત્રોનું કહેવું છે કે, મેવાણીએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ બાબતે જીગ્નેશના વકીલ અંગશુમાન બોરાએ જણાવ્યું કે, જીગ્નેશ મેવાણીને વિવાદિત ટ્વીટ મામલે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. FIRમાં જણાવ્યા મુજબ, મેવાણીએ ટ્વીટમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ગોડસેને ભગવાન માને છે. આ કેસમાં જામીન મળ્યા બાદ મેવાણી કોર્ટમાંથી જેવા બહાર આવ્યા, બરપેટા પોલીસે તેમની ધરપકડ કરી હતી. હાલ પોલીસ મેવાણીને પોતાની સાથે લઈ ગઈ છે. એક વખત તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે, તે પછી જ જામીન માટે અરજી કરવામાં આવશે.

પત્રકારો સાથે વાતચીત કરતા મેવાણીએ કહ્યું, “આ બીજેપી અને આરએસએસનું કાવતરું છે. તેઓએ મારી છબી ખરાબ કરવા માટે આ કર્યું. તેઓ આ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. તેઓએ રોહિત વેમુલા સાથે કર્યું, ચંદ્રશેખર આઝાદ સાથે કર્યું, હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે.

તેમની ફરિયાદમાં બીજેપી નેતા અરૂપ કુમાર ડેએ આરોપ લગાવ્યો છે કે મેવાણીના ટ્વીટ્સ “કોઈ ચોક્કસ સમુદાયના લોકોના એક વર્ગને ઉશ્કેરવાની સંભાવના છે”. તે બીજી વાત છે કે 18 એપ્રિલના રોજ તેની પહેલી ટ્વીટ બાદ આવી એક પણ ઘટના બની નથી.

મેવાણીના વકીલ અંગશુમાન બોરાએ જણાવ્યું હતું કે, “બારપેટા પોલીસે જામીનના આદેશને પગલે તેની ફરીથી ધરપકડ કરી હતી, અને ઉમેર્યું હતું કે તેના પર જે કલમો (ભારતીય દંડ સંહિતાની 294, 354, 353 અને 323) હેઠળ નોંધવામાં આવી હતી તે સૂચવે છે કે મેવાણીએ “દુર્વ્યવહાર/હુમલો” કર્યો હતો. “આ સંપૂર્ણપણે ખોટો અને બનાવટી કેસ છે,” બોરાએ કહ્યું, મેવાણીને મંગળવારે બારપેટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. “અમે હવે ત્યાં જામીન માટે આગળ વધીશું.”

રવિવારની સુનાવણી દરમિયાન, આસામ પોલીસે 10 દિવસની કસ્ટડી માંગી હતી, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બોરાએ દલીલ કરી હતી કે ધારાસભ્ય વિરૂદ્ધ આરોપો માટે કોઈ “પ્રથમ દૃષ્ટિએ પુરાવા” નથી.

ઉલ્લેખનીય છે કે, જયારથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી કોંગ્રેસ દ્વારા વિવિધ સ્થળો પર ધરણા અને વિરોધ કરવામાં આવી રહ્યું છે.

Your email address will not be published.