આસામની કોર્ટના જિજ્ઞેશ મેવાણીને ત્રણ દિવસના રિમાન્ડ

| Updated: April 22, 2022 3:34 pm

કોકરાઝારઃ આસામની કોકરાઝાર કોર્ટના ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટે જિજ્ઞેશ મેવાણીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા છે. તેની સાથે જણાવ્યું હતું કે પોલીસ તેને કોકરાઝારની સાથે બીજે ક્યાંય બહાર નહીં લઈ જઈ શકે.

ગુજરાતની વડગામ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીની ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને બીજે દિવસે સવારે આસામ લઈ જવાયા હતા. આરોપી પર ઉશ્કેરણીજનક ટવિટ કરવાનો આરોપ હતો.

આરોપીની બે ટ્વિટને ટ્વિટર ઇન્ડિયા દ્વારા બ્લોક કરવામાં આવી છે. ટેલિગ્રાફ દ્વારા આ ટવીટને શેર પણ કરવામાં આવી છે.

“ગોડસેને પોતાના આરાધ્ય માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે 20 એપ્રિલ સુધી છે. હું તેમને હિંમતનગર, ખંભાત અને વેરાવળ માટે શાંતિની અપીલ કરવા વિનંતી કરું છું. આ ત્રણેય સ્થળોએ કોમી અથડામણ થઈ છે. મહાત્મા મંદિરની રચના કરનારા પાસેથી કમસેકમ આ પ્રકારની આશા તો રાખી જ શકાય.”

નાગપુરના સંઘીઓએ દાયકાઓ સુધી તિરંગાને રાષ્ટ્રધ્વજ સુધી સ્વીકાર્યો ન હતો. આ જ આરએસએસના લોકો વેરાવળની મસ્જિદની બહાર ભગવા ધ્વજ સાથે નાચતા હતા. તેઓએ શરમ અનુભવવી જોઈએ. તેઓએ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાનના દેશમાં શાંતિ અને એક્તા જાળવવી જોઈએ.”

કોકરાઝારના ભવાનીપુર ગામના અરુપ કુમાર દેએ આ પ્રકારની ટવિટ બદલ કેસ કર્યો હતો. દેની ફરિયાદ મુજબ મેવાણીએ વડાપ્રધાન મોદીના આરાધ્યને પડકાર્યા છે અને ગોડસેને ભગવાન ગણાવ્યા છે. તેની સાથે જણાવ્યું છે કે વડાપ્રધાને હિંમતનગર અને ખંભાત જેવા સ્થળોએ શાંતિ જાળવવા માટે વડાપ્રધાને અપીલ કરવી જોઈએ. ડેનો દાવો હતો કે એક વિધાનસભ્યનું આ પ્રકારની ટવિટ એક જનસમૂહને બીજા જનસમૂહ સામે હિંસા કરવા માટે ઉશ્કેરી શકે છે.

મેવાણી સામે ભારતીય દંડસંહિતાની કલમ 120બી (ફોજદારી કાવતરુ) 153-એ (બે જૂથ વચ્ચે શત્રુતાને વેગ આપવી), 295-એ (ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવુ), 504 (અપમાનના ઇરાદાથી ઉશ્કેરણી) અને 505 (જાહેર તકલીફ સર્જવી) જેવા આરોપ લાગ્યા છે.

ડેએ પોતાને ભાજપનો સક્રિય સભ્ય ગણાવ્યો છે. ટેલિગ્રાફ સાથેના ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે ભાજપના સક્રિય સભ્ય તરીકે તે આ ટવીટ કેવી રીતે સહન કરી શકે. ભારતના નાગરિક અને ભાજપના સભ્ય તરીકે આ પ્રકારની અયોગ્ય અને બિનસંસદીય ટવીટ કેવી રીતે સહન કરી શકાય.

Your email address will not be published.