JITOની નવનિયુક્ત ટીમે શપથગ્રહણ કર્યાઃ સામાજિક કાર્યો પર વધુ ભાર મુકશે

| Updated: October 16, 2021 12:13 pm

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)ની 2021-2022 માટેની નવનિયુક્ત ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ હાજરી આપી હતી.

JITOએ જૈન વેપારીઓ, ઉદ્યોગપતિઓ તથા બુદ્ધિજીવીઓનું વૈશ્વિક સ્તરે કાર્યરત સંગઠન છે. તેના નવા ચેરમેનપદે ચેતન શાહ વરણીનો કાર્યક્રમ અમદાવાદની YMCA ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમાં હાજરી આપી હતી. ની વરણી કરવામાં આવી છે.

આમ તો JITO એક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, પરંતુ તે સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલ છે. થોડા સમય અગાઉ કોરોનાના કપરાકાળ દરમિયાન તેમણે સમાજ સેવાનું પણ કામ કર્યું હતું. આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ આ સંસ્થા સક્રિય છે.

Your email address will not be published. Required fields are marked *