ભારત ખાતે USના રાજદૂત તરીકે એરિક ગાર્સેટીની નિમણૂક

| Updated: July 10, 2021 8:58 pm

ભારત ખાતે અમેરિકાના નવા રાજદૂત તરીકે 50 વર્ષિય એરિક ગાર્સેટીની નિમણૂક કરવામાં આવી છે. યુએસ સેનેટ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. ગાર્સેટી હવે લોસ એન્જલસના મેયરનું પદ છોડશે. તેમનું નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતું. લોસ એન્જલસના મેયર તરીકે તેમણે શહેરના વિકાસની આગેવાની લીધી હતી. તેમણે હોમલેસ લોકોની કટોકટી વખતે પણ સારી કામગીરી કરી હતી. આ ઉપરાંત મહામારી વખતે તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. અતુલ કેશપ તેમના ડેપ્યુટી છે અને હાલમાં ફરજ સંભાળી રહ્યા છે.

Your email address will not be published.