બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ સૌ પ્રથમ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેઓને ત્રણ ભેટ આપવામાં આવી હતી. આ ભેટમાં તેઓને ગાંધીજીના બે પુસ્તકો અને એક ચરખો આપવામાં આવ્યો હતો. જો કે, આ પુસ્તકની વિશેષ્તા એ છે કે ગાંધીજીએ આ પુસ્તક લખ્યું હતુ પરતું તે પ્રકાશિત થયું ન હતું.
ગાંધી આશ્રમની આ મુલાકાત દરમિયાન ‘ગાઈડ ટુ લંડન’ના પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં લખ્યું છે કે. લંડનામાં કઈ લાઈફ સ્ટાઈલ સાથે રહી શકાય તે તમામ માહિતી અંદર લખેલી છે. આ પુસ્તક ગાંધીજીએ લખ્યું હતું, પરંતુ એ પ્રકાશિત થયું ન હતું. આ પુસ્તકમાં ગાંધીજીએ લંડનમાં પોતે અનુભવેલા અનુભવ અંગેનો ઉલ્લેખ કરેલો છે. મૂળ રીતે ગાંધીજીએ આ પુસ્તક લંડનમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને, ત્યાંની જીવનશૈલીથી વાકેફ કરવા માટે પુસ્તક લખ્યું હતું. ત્યાં કેવી રીતે રહી શકાય, રહેણીકરણી અંગેની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં ગાંધીજીએ લખી હતી.
આ સિવાય ગાંધીજીએ લખેલું ‘મીરાબાઈની આત્મકથા’ પુસ્તક પણ આપવામાં આવ્યું. મીરાબાઈ કે જેમનું મૂળ નામ ‘મેડલીન સ્લેડ’ હતું. તેઓ બ્રિટિશ નેવી એડમિરલનાં પુત્રી હતાં. લંડનમાં તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યાં હતાં અને ગાંધીજીથી પ્રેરાઇને તેમણે પણ આશ્રમ જીવન ગાળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ બાદ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં મીરાબાઈ આવ્યાં હતાં. આજે પણ સાબરમતી આશ્રમ પરિસરમાં એ જગ્યા છે, જ્યાં મીરાબાઈ પાંચ વર્ષ રોકાયાં હતાં.
મોરિસને ગાંધીજીનો ચરખો પણ આપવામાં આવ્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ બોરિસ જોનસને ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને લાખો લોકોને અનુસરીને ધન્ય અનુભવી રહ્યો છું.
ગુજરાતમાં બોરિસની બુલડોઝર સવારી
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેમણે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે હાલોલમાં જેસીબી ફેક્ટરીમાં ગયા હતા. બોરિસ ત્યાં જેસીબી પર ચડી ગયા અને તેની સવારી પણ કરી હતી. જો કે, હાલ આ ફોટા સોસિશલ મીડિયામા ઘણા વાયરલ થઈ રહ્યા છે.