ડો.પ્રશાંત કોરાટના નેતૃત્વમાં 75 અમૃત મહોત્સવ નિમિતે નીકળેલ યુવા મોરચાની યાત્રા રાજકોટ પહોંચી

| Updated: April 12, 2022 2:06 pm

પ્રદેશ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં 75માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે યાત્રાનું આયોજન થયું છે. આ યાત્રા આજે રાજકોટ ખાતે પહોંચી ત્યા રાજકોટ ભાજપના કાર્યકરો દ્વારા યુવા કાર્યકરોનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યું અને બાઇક સભાનું આયોજન યોજવામાં આવ્યું.

આ યાત્રા દરમિયાન યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જય શ્રી રામ….. ભારત માતા કી જય…શહિદો અમર રહો….ના નાદથી યુવા કાર્યકરોને સંબોધનની શરૂઆત કરી હતી. સમગ્ર રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયના યુવાનોમાં દેશ પ્રેમ વધે તે માટે 6 એપ્રિલથી યાત્રા નીકળી છે અને આજે આ યાત્રા રાજકોટ મહાનગરમાં પ્રવેશી છે. સૌરાષ્ટ્રના પાટનગરમાં આ યાત્રા પહોંચી છે અને યાત્રાના સ્વાગત માટે વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત થયા છે તે બદલ હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો.

આ યાત્રા દેશને આઝાદ કરાવવા જે સ્વંતત્રસેનાનીઓ જે મહાપુરોષોએ પોતાના જીવનનું બલિદાન આપી દેશને આઝાદ કરાવ્યો તે તમામ શહિદ વિરોના માનમાં આ યાત્રા નીકળી છે. કોરોનાની મહામારીમાં જે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સે લોકોની સેવા કરી શહિદ થયા છે તે તમામ શહિદોના સ્નમાનમાં આ યાત્રાનું આયોજન થયું છે.

કોરાટે વધુમાં જણાવ્યું કે, આ યાત્રામાં જે રીતે મોટી સંખ્યામાં કાર્યકરોએ સ્વાગત માટે પધાર્યા છે તે જોઇને યુવા કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કર્યો છે, યુવા કાર્યકરોની તાકાત વઘારી છે. હજુ આ યાત્રા સૌરાષ્ટ્રથી મધ્યગુજરાત અને ત્યાથી દક્ષિણમાં જવાની છે. યાત્રાને સફળ બનાવવા અને ઘણા યુવાનોને યાત્રામાં જોડી આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેવા તેમજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના યુવાનો દેશ માટે કામ કરે તે સંદેશો ગામે-ગામના યુવાનો સુઘી પહોંચાડવાનો છે. ભવિષ્યનું ભારત યુવાનોના હાથમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશમાં ઝડપથી નામના મેળવી રહ્યું છે. આજે વિશ્વ સ્તરે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વૈશ્વીક નેતા તરીકે સ્વીકાર કર્યા છે. હવે તે દિવસ દુર નથી કે વિશ્વના લોકો ભારતને શક્તિશાળી રાષ્ટ્ર માનશે. દેશને મજબૂત કરવાની જવાબદારી દેશના દરેક યુવાનોની છે.

કોરાટે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલે આપણા દેશને એક કરવા માટે તમામ રાજા રજવાડાઓને સાથે રાખી ભારતને એક રાષ્ટ્ર, અંખડ ભારત બનાવવાનું કામ કર્યુ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સુત્ર આપ્યુ છે. આજના યુવાનો પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુર્ણ વિશ્વાસ છે કે યુવાનો દેશમાટે આગળ આવશે. કોરાટે દરેક યુવાનોને વિનંતી કરી કે આ યાત્રા સમગ્ર રાજકોટમાં જશે ત્યારે શહિદોના માન સન્માન માટે યાત્રામાં જોડાઇ આપણા વિરલાઓને સાચી શ્રદ્ધાંજલી આપશો.

આ પ્રસંગે રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ મહાનગરના અધ્યક્ષ કમલેશ મીરાણી, રાજયસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજકોટ મહાનગરના મેયર પ્રદિપ ડવ,રાજકોટ યુવા મોરચાના અધ્યક્ષ કિશન પેલવા,સહિત યુવા મોરચાના આગેવાનો, કાર્યકરો અને જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.