જુલાઈનું જીએસટી કલેકશન 1,49,000 કરોડઃ ગયા વર્ષ કરતાં 28 ટકા વધારે

| Updated: August 2, 2022 12:49 pm

કેન્દ્ર સરકારનું જુલાઈ 2022નું જીએસટી (#GST) કલેકશન 1.49 લાખ કરોડ રહ્યુ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના 28 ટકા કરતાં વધારે છે. આમ સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટી કલેકશન દોઢ લાખ કરોડ રૂપિયાની માસિક સરેરાશ રાખવાની દિશામાં આગળ ધપી રહી છે.

સરકારનું કહેવું છે કે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જારી રહેલા આર્થિક નવસંચાર અને કરચોરી અટકાવવા માટે લેવામાં આવેલા પગલાઓના લીધે જીએસટી કલેકશનમાં વધારો થયો છે. જુલાઈ 2022નું જીએસટી કલેકશન જીએસટી 2017માં અમલી થયો તેના પછીનું બીજા નંબરનું સૌથી મોટું કલેકશન છે. આ પહેલા એપ્રિલમાં 1.68 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેકશન નોંધાયું હતું.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ જીએસટી પ્રણાલિ અમલમાં આવી ત્યારથી છઠ્ઠી વખત જીએસટી કલેકશન 1.40 લાખ કરોડથી ઉપર રહ્યુ છે. તેમા પણ વર્તમાન નાણાકીય વર્ષમાં તો બધા મહિના જીએસટી કલેકશન 1.40 લાખ કરોડથી ઉપર રહ્યું છે.જ્યારે માર્ચ 2022થી તો સળંગ પાંચમા મહિને જીએસટી કલેકશન 1.40 લાખ કરોડથી વધારે રહ્યું છે.

આ પણ વાંચોઃ Aam Aadmi Party: આજે ગુજરાતની ચૂંટણીના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે

જુલાઈમાં 1,48,995 કરોડના જીએસટી કલેકશનમાં સેન્ટ્રલ જીએસટી (#CGST)25,771 કરોડ રૂપિયા હતુ. જ્યારે (#SGSG)સ્ટેટ જીએસટી 32,807 કરોડ રૂપિયા હતું. જ્યારે ઇન્ટિગ્રેટેડ જીએસટી (#IGST) 79,518 કરોડ રૂપિયા રહ્યુ હતુ. સમગ્ર દેશમાં જીએસટી કાર્યપ્રણાલિ પહેલી જુલાઈથી 2017 પછી અમલમાં મૂકવામાં આવી હતી. જીએસટીને આઝાદી પછીનો સૌથી મહત્વનો આર્થિક સુધારો માનવામાં આવે છે.

આ ઉપરાંત જીએસટી કાર્યપ્રણાલિને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing business) માટે પણ અત્યંત મહત્વની માનવામાં આવે છે. ટેકનિકલ અવરોધો વચ્ચે પણ જીએસટી કાર્યપ્રણાલિ એક પછી એક ડગલું આગળ વધતી રહી છે. આજે ઇન્કમ ટેક્સના પોર્ટલની જેમ જીએસટી પોર્ટલ પણ પરોક્ષ કરવેરા પ્રણાલિ માટે અત્યંત મહત્વનું બની ગયું છે. તેના લીધે દેશની મોટાભાગની ધંધાકીય આવક અને દેશની આર્થિક સ્થિતિ તેમા પ્રતિબિંબિત થાય છે. જીએસટી પોર્ટલ પર 1.25 કરોડથી પણ વધુ કારોબારીઓ નોંધાયેલા છે. સરકાર આગામી સમયગાળામાં પાંચ કરોડથી પણ વધુ લોકોને તેના પર નોંધવાનો ઇરાદો ધરાવે છે.

આ ઉપરાંત જુનમાં કુલ 7.45 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા અને મેમાં 7.36 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા. સરકાર માને છે કે જો આર્થિક રિકવરી જારી રહી તો એ સમય દૂર નથી કે દર મહિને દસ કરોડ ઇ-વે બિલ જનરેટ થાય.

Your email address will not be published.