Ahmedabad: મહિલાએ ઇસ્કોન બ્રિજ પરથી પડતું મૂકી આત્મહત્યા કરી; સાસરિયાના ત્રાસનો આક્ષેપ

| Updated: August 3, 2022 10:48 am

અમદાવાદના (Ahmedabad) ઈસ્કોનના રિલાયન્સ મોલમાં નોકરી કરતી મહિલા અડધી રજા લઈને ઘરે જવા નીકળી હતી, ત્યાં મહિલાએ ઇસ્કોન બ્રિજ પરથી પડતું મૂકી આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલા સાસરિયાંના ત્રાસથી પીડિત હતી. સાસુ-સસરાએ ગુજારેલા ત્રાસની વાતો મહિલાના મગજમાં એટલી હદે ઘૂમ્યા કરતી હતી જેને લઈને મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

ફતેહવાડીમાં રહેતા ફેનિલ ઠાકોરની બહેન ક્રિષ્ના (ઉં.21)ના લગ્ન 2020માં ઘુમામાં રહેતા અમિત ચાવડા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ જ ક્રિષ્નાને તેની સાસુ સમીબેન, સસરા દશરથભાઈ, નણંદ શ્રદ્ધા અને ફોઈસાસુ જશીબેન નાની અમથી વાતે ઝઘડા કરી હેરાન કરતાં હતાં. આઠ મહિના પહેલાં સાસરિયાંએ ક્રિષ્નાને ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારે ફેનિલ તેને ઘરે લઈ આવ્યો હતો. થોડા સમય બાદ ક્રિષ્નાએ ઈસ્કોનના રિલાયન્સ મોલમાં નોકરી શરૂ કરી હતી.

ક્રિષ્નાને ફેનિલે કહ્યું હતું કે, સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ તેને અને અમિતને અલગ પાડવા માટે ક્રિષ્ના પર માનસિક ત્રાસ ગુજારતા હતા. તેમજ અમિતને ક્રિષ્ના સાથે વાત કરવાની ના પાડતાં હતાં, જેથી ક્રિષ્ના નોકરીએ જાય ત્યારે તેના મગજમાં સાસુ-સસરાની વાત ઘૂમ્યા કરતી હતી, જેથી તે દિવસે ક્રિષ્નાએ નોકરીએથી અડધી રજા લઈ ઈસ્કોન બ્રિજ પહોંચી અને બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. હોસ્પિટલથી રજા આપ્યા બાદ ફરી વખત તબિયત બગડતા ક્રિષ્નાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ફેનિલે ક્રિષ્નાના સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 25 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટએ કોલેજ હોસ્ટેલમાં આત્મહત્યા કરી

Your email address will not be published.