ગાંધીનગર: 1લી જૂન એટ્લે શૈક્ષણિક સત્રની શરૂ થતી શરૂઆત જેમાં મોટે ભાગે જોઈ શકાય કે 90ના દશકની પહેલા જેન્મેલા લોકોમાં મોટા ભાગે જ્ન્મ ગમે તે તારીખે થયો હોય પણ શાળાએ નામ લખાવે ત્યારે નોંધણી મોટે ભાગે ખાસ કિસ્સામાં 1લી જૂનના દિવસને જ્ન્મ તારીખ તરીકે નોંધવામાં આવે છે. રાજયમાં 179 ધારાસભ્યોમાંથી 33 ધારાસભ્યો 1લી જૂને જન્મ્યા છે જ્યારે 5 જેટલા મંત્રીઓ પણ એક જ તારીખ અને મહિનો એટ્લે એ 1લી જૂને જન્મ્યા છે.
ગુજરાત રાજ્યમાં જોઈએ તો 1 લી જૂન એટ્લે સર્વાધિક વ્યક્તિઓની જ્ન્મ તારીખ. અને આ જ્ન્મ તારીખ માત્ર સામાન્ય જનતાની નહિ પણ ચૂંટાયેલા ધારાસભ્યો, IAS અધિકારીઓ અને રાજયના ટોપના પોલીસ અધિકારીઓની પણ બર્થ ડે છે.
કોંગ્રેસ એક ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યએ વાઈબ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે તેમની જ્ન્મ તારીખ ખોટી નોંધેલી છે. એક ધારાસભ્યએ તો પોતાની સાચી જ્ન્મ તારીખ પણ જણાવી.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે પોતાનો બર્થ ડેનો અનુભવ શેર કરતાં કહ્યું કે હું મારી જ્ન્મ તારીખને અધિકૃત નથી ગણતો કારણ કે મે જ્યારે જોયું કે મારી સાથે ક્લાસમાં ભણનાર 99 % વિધાર્થીઓની જ્ન્મ તારીખ 01-06-1958 હતી, મને વિશ્વાસ જ ના આવ્યો કે બધાની બર્થ ડે એક જ દિવસે કેમની હોય. પરંતુ હવે આ વાતનો કોઈ અર્થ નથી, જે બર્થ નોંધાયેલી છે એને જ સાચી માનીને ચાલવું પડે.
આ મુદ્દે જિલ્લા ગ્રામ વિકાસ એજેંસી, સાબરકાંઠાના ડિરેક્ટર આર એમ ડામોરે જણાવ્યુ કે, ‘મારો જ્ન્મ ભિલોડા વિસ્તારમાં થયો હતો. તે વખતે ગુરુજીઑ વિધાર્થીઓની સ્કૂલમાં એડમિશન કરવા બાબતે જ્ન્મ તારીખ 1લી જૂન નોંધી લેતા. તે સમયે માતા પિતા ભણેલા ન હોવાથી તેમનું પણ આ બાબતે ખાસ ધ્યાન રહેતું ન હતું.’
તારીખ 1લી જૂન 1966માં જન્મેલા, એમ એલ નિનામા (IPS), DIG સેંટ્રલ જેલ- લાજપોરે વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ” માતા પિતા અશિક્ષિત, હોય ત્યારે શિક્ષકો આ રીતે જ્ન્મ તારીખ લખી દેતાં હોય છે. અહિયાં આવ્યા છીએ સારા કર્મ કરીએ અને લોક સેવા કરીએ. જેના જેએન દિવસ છે એ બધાને શુભેચ્છાઓ આપના માધ્યમથી.”
IPS ઓફિસર
1- ડી એચ પરમાર
2- પ્રેમવીર સિંહ
3- એમ એલ નિનામા
4- એમ એસ ભાભોર
1- આર ટી સુમેરા
IAS ઓફિસર
1- બી જી પ્રજાપતિ
2- પી ડી પલસાણા
3- બી કે વસાવા
4- કે એસ વસાવા
5- આર એમ ડામોર
6- બી ડી નિનામા
ધારાસભ્યો:

1. શિવાભાઈ ભૂરીયા, દિયોદર, કોંગ્રેસ



2. જીતુભાઈ ચૌધરી, કપરડા, ભાજપ



3. કાળાભાઈ ડાભી, કપડવંજ, કોંગ્રેસ



4. મોહનભાઇ ડોડીયા, મહુવા, ભાજપ



5. પ્રતાપ દૂધાત, સાવરકુંડલા, કોંગ્રેસ



6. કુબેરભાઈ ડિંડોર, સંતરામપૂર, ભાજપ



7. પુનાભાઇ ગામિત, નિજર, કોંગ્રેસ



8. રાજેશકુમાર ગોહેલ, ધંધુકા, કોંગ્રેસ



9. જે. વી. કાકડિયા, ધારી, ભાજપ



10.કાંતિભાઈ ખરાડી, દાંતા, કોંગ્રેસ



11. ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ, ભાજપ



12.કાંતિભાઈ પરમાર, ઠાસરા, કોંગ્રેસ



13.અક્ષયકુમાર પટેલ, કરજણ, ભાજપ



14.નરેશભાઈ પટેલ, ગણદેવી, ભાજપ



15.રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય, ભાજપ



16.રમણભાઈ પટેલ, વિજાપૂર, ભાજપ



17.રમણભાઈ પાટકર, ઉમરગામ, ભાજપ



18.અજમલજી ઠાકોર, ખેરાલુ, ભાજપ



19.ગુલાબસિંહ રાજપૂત, થરાદ, કોંગ્રેસ



20. જેઠાભાઇ ભરવાડ, શહેરા, ભાજપ



21.રઘુભાઈ દેસાઇ, રાધનપૂર, કોંગ્રેસ



22. સુખરામભાઈ રાઠવા, જેતપુર, કોંગ્રેસ



23. મધૂભાઈ શ્રીવાસ્તવ, વાઘોડિયા, ભાજપ



24. કરશનભાઈ સોલંકી, કડી, ભાજપ



25. અભેસિંહ તડવી, સંખેડા, ભાજપ



26. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર, કોંગ્રેસ



27. શંભુજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણ, ભાજપ



28. બળદેવજી ઠાકોર, કલોલ , કોંગ્રેસ
29. દિલિપકુમાર ઠાકોર, ચાણસ્મા, ભાજપ,
30. કિર્તિસિંહ વાઘેલા, કાંકરેજ, ભાજપ
31.મોહનભાઈ વાળા, કોડીનાર, કોંગ્રેસ
32. પુંજભાઇ વંશ, ઉના, કોંગ્રેસ
33. ગણપતસિંહ વસાવા, માંગરોળ, ભાજપ
Apna work thi gujarat state work progress always best rhe government na kam purn thay