જંગકૂકને “ઓપ્પા” કહેવાથી નફરત છે, તેને “બેબી” શબ્દ પસંદ છે

| Updated: May 25, 2022 2:52 pm

જેનાં ઉલ્લેખ માત્રથી મહિલા ચાહકો ભાવવિભોર બની જાય છે અને તેને જોઇને એએરએમવાય એટલે કે આર્મીનાં પુરુષ મેમ્બર્સ પણ નતમસ્તક થઈ જાય છે. આ છે અત્યંત પ્રતિભાશાળી સિંગર, ડાન્સર અને આર્ટિસ્ટ જીન કુંગકુક ઉર્ફ જુંગકુક.

બહુ ઓછા લોકો જાણે છે કે જંગકુકનું સપનું બેડમિન્ટન પ્લેયર બનવાનું હતું, પરંતુ “હાર્ટબ્રેકર” ગાયા બાદ તેને ખબર પડી કે તેને તેની મંઝિલ શું છે. એ પછી તેણે પાછું વળીને જોયું નથી. હકીકતમાં જંગકુકને “સોલ્ડ આઉટ કિંગ” અને “બોય વિથ મિડાસ ટચ” કહેવામાં આવે છે.

તમને માનવામાં નથી આવતું? તો આ રહી સાબિતી.જાન્યુઆરી 2019માં, તેણે કહ્યું હતું કે તે ડાઉની બ્રાન્ડના ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ ડાઉનીના બધા સોફટનર વેચાઈ ગયા અને કંપનીના શેરના ભાવમાં એક દિવસમાં 11 ટકાથી વધુનો ઉછાળો આવ્યો.

વી લાઇવ પર લાઇવ સ્ટ્રીમના શૂટિંગ દરમિયાન જંગકુકે જે મેરલોટ માર્ચ નામની વાઇન પીધી હતી, તે પ્રસારણના થોડા સમય બાદ વેચાઇ ગઇ હતી. કિમ હસુ-હ્યુનના પુસ્તક “આઈ ડીસાઈડ ટુ લિવ એઝ મી” થી લઈને “મોર્ડન હેનબોક” ડ્રેસ સુધી. ઓનલાઇન ઓર્ડર માટે એટલો ધસારો થયો કે વેબસ્ટોરનું સર્વર ઠપ થઇ ગયું હતું અને કંપની વધુ ડિમાન્ડને કારણે ઓર્ડર કરેલી આઇટમ્સ સમયસર પહોંચાડી શકી ન હતી.

જે-હોપના વી-લાઇવમાં જુંગકુકે જે શર્ટ પહેર્યો હતો જે માત્ર અડધા કલાકમાં કોરિયા અને જાપાન બંનેમાં વેચાઇ ગયો હતો. 29 સપ્ટેમ્બરના રોજ જંગકુકે નીલ બેરેટ શર્ટ પહેર્યું હતું અને તે પણ વેચાઈ ગયું હતું.

શાશ્વત પ્રેમી છોકરા તરીકે જંગકુક એક અદ્ભુત સોલો આર્ટિસ્ટ છે. તેને ઓપ્પા કહેવાથી નફરત છે, જે સામાન્ય રીતે પ્રેમીઓ માટે વપરાય છે. લોકો તેને જુંગકુક કહે છે કારણ કે એકવાર એક છોકરીએ તેનું ધ્યાન ખેંચવા માટે બૂમ પાડી હતી- “જંગકુક ઓપ્પા!” જંગકુકને ઓપ્પા કહેવાનું પસંદ નથી, પરંતુ તેને “બેબી” કહે તે પંસંદ છે.

અને હા, 70 કિલો/154 પાઉન્ડ વજન સાથે તે બેન્ડનો સૌથી વજનદાર સભ્ય છે. શું તમે જાણો છો કે જંગકુક બોલિંગમાં નિષ્ણાત છે? મે 2019માં બીટીએસ બોયસ એકબીજા સામે બોલિંગની ગેમ રમતા જોવા મળ્યા હતા. તેનું લાઇવ ટેલિકાસ્ટ જોઇ રહેલા ચાહકો જાણે સાનભાન ભુલી ગયા હતા.જાણે કે સમય થંભી ગયો હોય. તેનું કારણ એટલું છે કે જુંગકુકે અન્ય છ બાયસ પર 20 થી વધુ પોઇન્ટની લીડ સાથે જીત મેળવી હતી.

આ પોસ્ટર બોયની ખરીદીની ટેવો વિચિત્ર છે. તે “વાંગ ટીએ” ટૂથબ્રશ ખરીદવા માટે જાણીતો છે. આ એક મોંમાં ફીટ ન થઇ શકે તેવું લાંબુ ટૂથબ્રશ છે! જંગકુક બરાક ઓબામા સિવાય ટ્વિટર પર રેકોર્ડ ધરાવનાર એકમાત્ર વ્યક્તિ છે. તેમનું આઇકોનિક “બેડ મેન” ટ્વીટ અત્યાર સુધીમાં ત્રીજું સૌથી વધુ લાઇક મેળવનાર ટ્વીટ છે અને બીટીએસના સત્તાવાર એકાઉન્ટ પર સૌથી વધુ જોવાયેલું, કોમેન્ટ મેળવનાર અને પસંદ કરાયેલું ટ્વીટ છે.

Read Also : ગૃહમંત્રી અમિત શાહ 1 જૂને દિલ્હીમાં અક્ષય કુમારની પૃથ્વીરાજ જોશે

Your email address will not be published.