જસ્ટિસ અરવિંદ કુમારે ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા

| Updated: October 13, 2021 2:00 pm

બુધવારના રોજ કર્ણાટક હાઇ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારે ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેના શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જસ્ટિસ અરવિંદ કુમારને હાઈ કોર્ટના ઉચ્ચ પદ માટે શપથ લેવડાયા હતા. શપથવિધિ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, મુખ્યસચિવ પંકજ કુમાર, વરિષ્ઠ સચિવો અધિકારીઓ તેમજ ગુજરાત હાઇકોર્ટના તમામ ન્યાયાધીશ ઉપસ્થિત રહ્યા હતા.

જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. શરૂઆતના આશરે ચાર વર્ષ સુધી તેમણે સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ તેમજ અપીલ ટ્રિબ્યુનલમાં પોતાની સેવા આપી હતી, ત્યારબાદ તેઓ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1999માં તેમને કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના સ્થાયી સલાહકાર તરીકે નિયુક્ત કરાયા હતા. તેમજ વર્ષ 2005માં તેમને ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને 2009થી તેઓ કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા.

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત હાઈ કોર્ટના નવા વરાયેલા મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારને શુભેચ્છા પાઠવી હતી.    

Your email address will not be published. Required fields are marked *