જાહેરમાં ગૃહમંત્રી સાથે ગોષ્ઠી, પોલીસ કમિશનરનું સન્માન એક સમયના સાત મોતના આક્ષેપિત જ્યોતિ ચિરીપાલે કર્યું

| Updated: June 16, 2022 8:41 pm

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ન્યુ ક્લોથ માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટના વેપારીઓના 11.50 કરોડ પરત લાવી આપતા વેપારીઓએ સન્માન સમારોહ યોજ્યો હતો. જેમાં હાજર રહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે સ્ટેજ પર આરોપી પણ હાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. વર્ષ 2020માં જ નંદન ડેનિમ અગ્નિકાંડમાં સાત નિર્દોષ કામગારોના મોત નિપજ્યા હતા. જેમાં કંપનીના એમડી જ્યોતિ ચિરીપાલ અને સઇઓ દીપક ચિરીપાલ સહિત 3 આરોપીઓની સામે ગુનો નોધાયો હતો. મસ્કતિ માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટના વેપારીઓ એસોશિયેશનના કાર્યક્રમમાં જ્યોતી ચીરીપાલે ગૃહમંત્રી સાથે પરિચય કેળવી ગોસ્ઠી કરી હતી અને બાદમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું સન્માન કર્યું હતુ. આમ સ્ટેજ પર આ ઘટના બનતા તંત્ર લોકોમાં ક્યો મેસેજ મોકલવા માંગી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ન્યુ ક્લોથ માર્કેટ અને ન્યુ કલોથ માર્કેટના વેપારીઓના પૈસા ડુબી જવાની ઘટના બનતી હતી. વારંવાર આવી ઘટનાઓથી વેપારીઓ ફસાઇ જતાં હોવાની ઘટના બનતી હતી. જેથી વેપારીઓને મદદ માટે ગૃહમંત્રીના આદેશથી સેકટર-2ની પોલીસ આવી હતી. દરમિયાનમાં પોલીસની સીટે 11.50 કરોડ રુપિયા વેપારીઓને પરત લાવી આપ્યા હતા. જેથી કાપડના વેપારી એસોસિએશને પોલીસનું સન્માનનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વેપારીઓ અને અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર ગૃહમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સ્ટેજ પર અનેક આક્ષેપો થયા હોય તેવા જ્યોતી ચીરીપાલ પણ હાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નારોલ પીપળજ પીરાણા રોડ પર આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનિમ ફેકટરીમાં ફેબ્રુઆરી 2020માં આગ લાગી હતી. જેમાં સાત કામદારો જીવતા ભુંજાઇ ગયા હતા. ઘટના બાદ નારોલ પોલીસે કંપનીના એમડી જ્યોતિ ચિરીપાલ અને સીઇઓ દીપક ચિરીપાલ સહિત 3 સામે ગુનો નોધ્યો હતો.

આ કેસમાં પણ જયોતી ચિરીપાલ અને દીપક ચીરીપાલ સામે ગંભીર આક્ષેપો થયા હતા અને ગુનો પણ દાખલ થયો હતો. તેમ છતાં તે કાયદાકીય ગુચ કરી હચી ગયો છે. તેના સામે ગંભીર આક્ષેપો હોવા છતાં પણ તેની તે કેસમાં ધરપકડ પણ પોલીસ કરી શકી ન હતી. નાટ્યાત્મક રીતે તે આ કેસમાં પણ બહાર આવી ગયો હોવાની ચર્ચા છે. આ જાહેર સ્ટેજ પર ગૃહમંત્રી અને પોલીસ કમિશનરનુ સન્માન આવા ગંભીર આક્ષેપો થયેલા હોય તેવી વ્યક્તિ કરે તે પોલીસ વિભાગ અને વેપારીઓમાં ચર્ચોનો વિષય બન્યો છે

Your email address will not be published.