કૈલાશ ખેર પાસે કયારેક ચપ્પલ સુધી ખરીદીના પૈસા ન હતા, જાણો તેમની સંઘર્ષથી ભરેલી લાઇફ વિશે

| Updated: July 7, 2022 12:40 pm

કૈલાશ ખેરનો આજે જન્મ દિવસ છે.તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો છે.તેઓનો આજે 49મો જન્મદિવસ છે.તેમને બાળપણથી સંગીતમાં રસ હતો.જેના કારણે નાની ઉંમરે એટલે કે 14 વર્ષની ઉંમરમાં તેઓએ ધરને મુકી દીધું હતું.પરંતુ ધર મુકીને જીવન પ્રસાર કરવું તે પણ સહેલું ન હતું.પોતાનું ગુજરાત ચલાવા માટે તેણે બાળકોને સંગીતના પાઠ આપવાનું શરૂ કર્યું.થોડા સમય બાદ તેણે એક દોસ્ત સાથે મળીને બિઝનેસ કરવાનું વિચાર્યું.જે બાદ તેના મિત્ર સાથે હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટ બિઝનેસ શરૂ કર્યો.જેમાં તેમને ભારે નુકશાની થઇ હતી.જેના કારણે તેઓ ભારે દુખી થઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.તેમનું મન હળવું કરવા માટે તેઓ ઋષિકેશ ગયા હતા અને ત્યાર બાદ તેઓ 2001માં તેઓ મુંબઈ આવી ગયા હતા.

રબ્બા ઇશ્ક ના હોવ’ ગીત રિલીઝ થતાની સાથે ફેમસ થઇ ગયું હતું.અને ત્યારથી જ તેમના દિવસોની શરૂઆત થઇ ગઇ.આ પછી એકથી એક ચડિયાતા ગીતો ગાયા અને બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ પણ મળ્યો.કૈલાશે હિન્દી, નેપાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, ઉડિયા અને ઉર્દૂ ભાષાઓમાં 700 થી વધુ ગીતો ગાયા છે.

Your email address will not be published.