ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયત કથળી છે. તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે અને 12 નિષ્ણાત ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. ગઇકાલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમની તબિયત વિશે માહિતી મેળવવા લખનૌની સંજયગાંધી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા હતા.
કલ્યાણ સિંહ 89 વર્ષના છે અને મંગળવારે રાતથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા છે. રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચુકેલા કલ્યાણ સિંહને ચોથી જુલાઈએ ઇન્ફેક્શન થયું હતું અને તેમને એસજીપીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મંગળવારે બપોરે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કલ્યાણસિંહના ખબરઅંતર જાણવા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ તેમની મુલાકાત લઈ આવ્યા છે.