કમૂર્તા પુરા હવે લગ્ન સિઝન શરુ; આ વર્ષે લગ્નના માત્ર 47 મુહૂર્ત

| Updated: April 15, 2022 4:45 pm

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 એપ્રિલ ગુરુવારથી મીનાર્ક કમૂર્તા પૂરા થઇ ચુક્યા છે જેથી દેશમાં લગ્નની સિઝન ફરીથી શરૂ થશે. જોકે 15 એપ્રિલથી શરૂ કરી 31 ડિસેમ્બર 2022 દરમિયાન લગ્નના ફક્ત 47 મુહૂર્ત છે.

કોરોનાકાળના 2 વર્ષ દરમિયાન લગ્ન પ્રસંગો મોકૂફ રાખવા પડ્યા હતા. ત્યારે હવે ફરીથી લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. અમદાવાદમાં 16 એપ્રિલને શનિવારે 1500થી વધુ લગ્નો યોજાય તેવી શક્યતા છે. તેની સાથે જ આ વર્ષે 10 જુલાઈથી 17 નવેમ્બર સુધી ચાતુર્માસ તેમજ શુક્ર અસ્ત રહેતા લગ્નો નહીં યોજી શકાય. વર્ષ 2021માં લગ્નના 72 મુહૂર્ત હતા.

કયા મહિનામાં કેટલા મુહૂર્ત?

મહિનોલગ્નના મુહૂર્ત
એપ્રિલ15, 16, 17, 19, 20,21,22, 24 અને 25
મે2, 4, 10, 11, 12, 13,14, 16, 18, 20, 21, 26 અને 27
જૂન1, 6, 8, 11, 12, 13, 16,21 અને 23
જુલાઈ3, 4, 5, 6, 7, 8 અને 9
નવેમ્બર25, 26, 27 અને 28
ડિસેમ્બર2, 4, 8, 9 અને 14

મોટી સંખ્યામાં લગ્નો થવાના છે ત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના પાર્ટી પ્લોટ તેમજ હોલનું એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે. તેની સાથે જ કેટરિંગ તેમજ ડીજેના વ્યવસાયમાં બે વર્ષની સરખામણીમાં 10થી 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જૂનમાં રિવરફ્રન્ટ ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું છે.

Your email address will not be published.