રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ, બાઇ સાહેબ બા હાઈસ્કૂલનું નવીનીકરણ થશે

| Updated: July 1, 2021 2:58 pm

રાજકોટની ઐતિહાસિક શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ તેમજ બાઇ સાહેબ બા હાઇસ્કૂલના મૂળ માળખાની ગરિમા જાળવી રાખી શૈક્ષણિક હેતુસર તેનું પૂન: નવીનીકરણ કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજકોટ મહાનગરમાં આ ઐતિહાસિક શાળાના PPP ધોરણે નવીનીકરણ કરી અદ્યતન બનાવવાનો નિર્ણય થયો છે.
આ શાળાઓ હાલ તેના જૂના માળખા-સ્ટ્રકચરમાં કાર્યરત છે અને સરકારી કુમાર શાળા તરીકે કરણસિંહજી હાઇસ્કૂલમાં 244 વિદ્યાર્થીઓ ધો- 9 થી 12 માં અભ્યાસ કરે છે
બાઇ સાહેબ બા ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 9 થી 12માં 330 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શ્રી કરણસિંહજી હાઇસ્કૂલના હાલના મકાનની ઐતિહાસિક ગરિમા જાળવીને તેનું નવિનીકરણ કરવામાં આવનાર છે
મુખ્યમંત્રીએ આ કેમ્પસમાં આવેલા વર્ષો પૂરાણા શ્રી બાલાજી હનુમાન મંદિરની જમીન પર પણ બગીચા, ગેટ વગેરે વિકાસ કામો માટેની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લાગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપી આ કામો માટે પણ અનૂમતિ આપી છે
શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબ બા હાઇસ્કૂલના PPP ધોરણે નવિનીકરણ થવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે અને મેદાન સહિતની સુવિધા પણ વધુ વ્યાપક બનશે.

Your email address will not be published.