કાશી વિશ્વનાથ ધામમાં હવે ખુલ્લા પગે કર્મચારીઓને નહીં કરવી પડે ડ્યુટી, દિલ્હીથી ખાસ શણના ચંપલ મોકલાયા

| Updated: January 10, 2022 3:26 pm

કાશી વિશ્વનાથ kashi vishwanath મંદિર પરિસરમાં ફરજ બજાવતા કર્મચારીઓને હવે ખુલ્લા પગે ફરજ નહીં બજાવવી પડે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર દિલ્હીથી ખાસ શણના ચંપલ કર્મચારીઓ માટે મોકલાયા છે. વડા પ્રધાનને ખબર પડી હતી કે સીઆરપીએફ જવાન, પોલીસ, અર્ચક, સેવકો અને સફાઈ કામદારો ઠંડીમાં ખુલ્લા પગે ફરજ બજાવે છે.

પીએમ મોદીની સૂચના બાદ તમામ કર્મચારીઓ માટે દિલ્હીથી 100 જોડી શણના ચંપલ મોકલવામાં આવ્યા હતા. રવિવારે વિભાગીય કમિશનર દીપક અગ્રવાલે મંદિરમાં કામ કરતા શાસ્ત્રીઓ, પૂજારીઓ, CRPF જવાનો, પોલીસકર્મીઓ, સેવાદાર અને સ્વચ્છતા કર્મચારીઓને વિતરણ કર્યું હતું. ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે વધુ શણના ચંપલ આવશે અને મંદિર પરિસર ખાતે ફરજ બજાવતા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવશે.

જ્યારે પીએમ મોદી કાશી વિશ્વનાથ kashi vishwanath કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમણે જોયું હતું કે મંદિર પરિસરમાં જૂતા અને ચપ્પલ પહેરી શકાય નહીં. કાશી વિશ્વનાથ મંદિરના આ કામદારો ઠંડીના કારણે ઉઘાડા પગે કામ કરવા માટે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તે શણના ચંપલ મળ્યા બાદ હવે તેમને તેમના કામમાં ઘણી સગવડ મળશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંપલ એકદમ આરામદાયક છે અને જે લોકો બાકી છે તેમના માટે જલ્દીથી વધુ ચંપલ મોકલવામાં આવશે. નોંધનીય છે કે મંદિર પરિસરમાં ચામડા કે રબરના જૂતા અને ચંપ્પલની પહેરવાની મનાઈ છે

આ ચંપલનો ઉપયોગ કાશી વિશ્વનાથ ધામ kashi vishwanath સંકુલની અંદર કરવામાં આવશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર દીપક અગ્રવાલ, પોલીસ કમિશનર એ સતીશ ગણેશ અને શ્રી કાશી વિશ્વનાથ ધામના સીઈઓ ડૉ. સુનિલ કુમાર વર્મા દ્વારા આ ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગઢડા બીએપીએસ મંદિરમાં દર્શનાર્થે જવાના હોય તો આ સમાચાર પહેલા વાંચી લો, નહીં તો ધક્કો પડશે

નોંધનીય છે કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કાશી વિશ્વનાથ kashi vishwanath મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર રવિવારથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે, થર્મલ સ્કેનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન પછી જ રવિવારથી ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના kashi vishwanath ઉદ્ઘાટન બાદથી ભારે ભીડ એકઠી થઈ રહી છે. મંદિર અને જિલ્લા પ્રશાસન ભીડને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. હવે ભક્તોને બહારથી ઝાંખીના દર્શન કરાવવામાં આવશે. જલાભિષેક માટે ગર્ભગૃહ પાસે વિશેષ પાત્રો સ્થાપિત કરવામાં આવશે.

Your email address will not be published.