કેજરીવાલે કર્યો ભગવંત માનનો બચાવ; અગાઉ શાસનોમાં થયો માફિયાઓનો વિકાસ

| Updated: June 16, 2022 1:59 pm

પંજાબમાં 29 મેના રોજ અજાણ્યા હુમલાખોરો દ્વારા સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ પોલીસે 424 અન્ય લોકો સહિત તેમની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. આ ઘટના બાદ રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિપક્ષે AAPની આગેવાની હેઠળની પંજાબ સરકારની ટીકા કરી હતી. તેના જવાબમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)એ સરકારનો બચાવ કર્યો હતો.

કેજરીવાલે કહ્યું કે, અગાઉના શાસનોમાં ટ્રાન્સપોર્ટ માફિયા સહિત વિવિધ પ્રકારના માફિયાઓનો વિકાસ થયો હતો. તેમને AAPના રાષ્ટ્રીય કન્વીનરએ માનની આગેવાની હેઠળની સરકારને “ખૂબ પ્રમાણિક” ગણાવી છે અને કહ્યું કે અત્યાર સુધીના તેના ત્રણ મહિનાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાના પગલાં સહિત “સખત નિર્ણયો” લેવામાં અચકાતી નથી.

તેમણે અગાઉની સરકારો પર પણ પ્રહાર કરતા કહ્યું કે તેઓ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર માન સરકારને પ્રશ્ન કરી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે જ્યારે અગાઉની સરકારો રાજ્યમાં શાસન કરતી હતી ત્યારે ગુંડાઓને રાજકીય સમર્થન મળતું હતું. તેમણે આગળ ઉમેર્યું કે, પટિયાલામાં થયેલી અથડામણના આરોપીઓ 24 કલાકમાં ઝડપાયા હતા અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

કેજરીવાલે જલંધરથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ સુધી લક્ઝરી બસ સેવા શરૂ કર્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન શરૂ કરવા સહિત ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. AAPના વડાએ કહ્યું, “લોકોને આપેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે અને અમે ફરી એકવાર પંજાબને ‘રંગલા’ (વાઇબ્રન્ટ) બનાવીશું.

કેજરીવાલે કહ્યું કે, માત્ર ત્રણ મહિનામાં રાજ્યમાં 130 ગેંગસ્ટર ઝડપાયા છે. અને એમ પણ કહ્યું કે, “અગાઉની સરકારોમાં તેઓ (ગુંડાઓ)ને રાજકીય સમર્થન મળતું હતું.”

આ પણ વાંચો: સુખબીર સિંહ બાદલનો દિલ્હીના સીએમ પર આરોપ; પંજાબમાં કેજરીવાલ સરકાર ચલાવે છે

Your email address will not be published.