‘KGF 2’ ફિલ્મનો રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કબજો

| Updated: April 13, 2022 4:07 pm

યશ સ્ટારર ફિલ્મ ‘KGF 2’ તેની રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કબજો કરી ચુકી છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે પરંતુ તે પહેલા એડવાન્સ બુકિંગમાં ફિલ્મનું કલેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં યશ અને ફિલ્મના વિલન અધીરા એટલે કે સંજય દત્તને જોવા ચાહકો આતુર છે. ફિલ્મમાં રવિના ટંડન પણ દેશના વડાપ્રધાનના રોલમાં જોવા મળશે. લેટેસ્ટ રિપોર્ટની વાત કરીએ તો ફિલ્મની 10 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.

‘KGF 2’ એ તેની રિલીઝના એક દિવસ પહેલા સુધી 26.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ફિલ્મનું નેટ કલેક્શન 22 કરોડ રૂપિયા થઈ ગયું છે. KGF 2 હિન્દીની કમાણી પણ 12 થી 13 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. માત્ર એક દિવસ બાકી છે અને એડવાન્સ બુકિંગના કારણે ફિલ્મનું કલેક્શન વધી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી તેની 13 લાખ ટિકિટ બુક કરાવી શકાશે.

હવે KGF 2 પાસેથી ઘણી અપેક્ષાઓ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પહેલા દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. કોરોના પછી, સૂર્યવંશીએ શરૂઆતના દિવસે 26 કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ આ ફિલ્મનો હવે રેકોર્ડ તૂટી જશે. તેમજ હૃતિક રોશનની વોર જેણે માત્ર હિન્દી ભાષામાં 51 કરોડ એકત્ર કર્યા હતા અને અન્ય એવેન્જર્સ (તમામ ભાષાઓ) એ 53 કરોડની કમાણી કરી હતી. તેનો પણ KGF 2 રેકોર્ડ તોડશે.

એક રિપોર્ટ અનુસાર, પહેલા દિવસે જ 12 કલાકની અંદર ‘KGF ચેપ્ટર 2’ની એડવાન્સ બુકિંગમાં 1 લાખ 7 હજાર ટિકિટ વેચાઈ હતી. આ ટિકિટોમાંથી લગભગ 3.35 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જોકે, KGF 2 ને RRR તરફથી સખત સ્પર્ધા મળશે. એવું માનવામાં આવે છે કે KGF 2 ના કારણે શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે.

Your email address will not be published.