બોક્સ ઓફિસ પર ‘KGF 2’એ ધૂમ મચાવી દીધી છે. માત્ર બે દિવસમાં આ ફિલ્મ જબરજસ્ત હિટ થઈ છે. ટિકિટ લેવા માટે લોકોની થિયેટરની બહાર લાઇન જોવા મળી રહી છે. ફિલ્મે પહેલાં દિવસે વર્લ્ડવાઇડ 159 કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ 164 કરોડની કમાણી કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, ‘KGF 2’એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. બીજા દિવસે ફિલ્મે 46.79 કરોડની કમાણી કરી છે. બે દિવસમાં ફિલ્મે 100.74 કરોડની કમાણી કરી છે.’
ફિલ્મે બીજા દિવસે ભારતમાં 112 કરોડની કમાણી કરી છે, જ્યારે વર્લ્ડવાઇડ 164.2 કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, માલવિકા અવિનાશ, પ્રકાશ રાજ, જોન કોકેન તથા સરન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મને હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંદૂરે પ્રોડ્યૂસ કરી છે.
‘KGF 2’ વર્લ્ડવાઇડ 10 હજાર સ્ક્રીન્સ રિલીઝ થઈ છે, જેમાં ભારતની 6500 સ્ક્રીન્સ સામેલ છે. ભારતમાં 6500માંથી 4000 સ્ક્રીન્સ માત્ર હિંદીની છે.