ખંભાત જૂથ અથડામણ: શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ચૌધરીની બદલી કરાઈ 

| Updated: April 15, 2022 3:46 pm

રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી  જૂથ અથડામણમાં શિક્ષકની તોફાનોમાં સંડોવણી મામલે શહેરના પી.આઈ  એમ. જે. ચૌધરીની તાત્કાલિક બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમના સ્થાને ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા આર. એન. ખાંટની નિમણૂક પી.આઈ તરીકે કરી છે.  

ખંભાતમાં થયેલી સાંપ્રદાયિક અથડામણના બે દિવસ પછી ગુજરાત પીલીસે બુધવારે દાવો કર્યો હતો કે ખંભાતના રમખાણો સ્લીપર સેલ મોડ્યુલો દ્વારા “પૂર્વ આયોજિત અને નાણાંકીય” હતા અને સ્થાનિક મૌલવીઓ દ્વારા ઉશ્કેરાવામાં આવ્યા  હતા.

આ પણ વાંચો: ખંભાત અને હિંમતનગરની હિંસા અંગે જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લીધી

ખંભાત અને હિંમતનગર બંને સ્થળોએ, રામ નવમીના સરઘસો દરમિયાન સાંપ્રદાયિક રમખાણો થયા હતા, જેમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. પથ્થર મારો કરી શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી છે.

પોલીસે મલ્ટિપલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ (FIR) દાખલ કરી છે અને અથડામણના સંબંધમાં 30 થી વધુ લોકોની ધરપકડ કરી છે. 61 લોકો વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરી છે અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી છે. આ સાથે જ પોલીસ દ્વારા અસામાજિક  તત્વોની  ધરપકડ કરવા માટે  ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. અને  ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ અસામાજિક તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1 હજારના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Your email address will not be published.