સિક્કીમમાં ભારે હિમવર્ષા વચ્ચે ફરજ બજાવી રહેલા ખેડાના આર્મી જવાનનું નિધન

| Updated: January 13, 2022 4:59 pm

ખેડામાં આર્મી જવાનનું ફરજ દરમિયાન નિધન થયું છે. હિતેશ પરમાર દસ વર્ષ પહેલા દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જોડાયા હતા અને સિક્કીમમાં ભારે હિમવર્ષામાં ફરજ પર તૈનાત હતા. તે દરમિયાન છાતીમાં અચાનક દુખાવો થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયારે સારવાર દરમિયાન તેઓનું નિધન થતા પરિવારજનોમાં ભારે શોકનું લાગણી છવાઈ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આર્મી જવાન હિતેશ પરમાર દસ વર્ષ પહેલા દેશની રક્ષા માટે આર્મીમાં જોડાયા હતો. જો કે, તેમને છાતીના ભાગામાં દુખાવો થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા ત્રણ દિવસ પહેલા તેઓનું નિધન થયું હતું. આર્મીમેનના પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભી અને પત્નીની સાથે એક અઢી વર્ષનો એક પુત્ર છે.

તેમના નિધનની પરિવારને જાણ કરવામાં આવતા ભારે શોક છવાઈ ગયો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. ત્યારબાજ આજે તેમના પાર્થિવદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી.

Your email address will not be published. Required fields are marked *