Khodaldham: ખોડલધામ પાટોત્સવ રદ થાય તેવી શક્યતાઓ, નરેશ પટેલ દ્વારા આવતીકાલે તમામ ટ્રસ્ટીઓની બેઠક

| Updated: January 6, 2022 6:56 pm

ખોડલધામમાં પાટોત્સવ રદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.આ આયોજનમાં 20 લાખથી પણ વધુ લોકો સાથે અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના હતા.પરંતુ મળતી માહિતી પ્રમાણે કોરોના કેસ વધવાની સાથે આ ખોડલ ધામ પાટોત્સવ રદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

પ્રમુખ નરેશ પટેલ દ્વારા આવતીકાલે તમામ ટ્રસ્ટીઓની બેઠક બોલાવામાં આવી છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે ખોડલધામની તો તા. 21 મી જાન્યુઆરી એ યોજાવાનો હતો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સંભાવનાઓ જોવા મળી રહી છે કે આ પાટોત્સવ રદ થઇ શકે છે.

રાજયના અનેક નેતાઓ અને ખાસ કરીને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે તેવી વાત સામે આવી હતી.પરંતુ આજ સવારથી જ એક પછી એક સરકારી કાર્યક્રમ રદ્દ થવાની સાથે આ પાટોત્સવ રદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

કોરોનાની નવી ગાઇડલાઇન્સ કારણે વર્ચ્યુઅલ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.હાલ તો નરેશ પટેલ દ્વારા કાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવામાં આવી છે.અને તેની સાથે કાલ ખબર પડશે કે આ આયોજન થશે કે નહી.
આવતીકાલે બપોરે જાહેર થશે નિર્ણય

Your email address will not be published. Required fields are marked *