પુત્રની હત્યા કર્યા પછી પિતાએ તેના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની કરી અરજી; કોર્ટે માંગણી ફગાવી

| Updated: August 2, 2022 11:50 am

આંબાવાડીમાં નશા અને ડ્રગ્સના રવાડે ચઢેલા પુત્રની હત્યા (Murder) કરી તેની લાશના ટુકડા કરી અલગ અલગ વિસ્તારમાં નાંખનાર 62 વર્ષિય પિતા નલેશ જોષીએ તે જ પુત્રની અંતિમ વિધિમાં હાજર રહેવા મેટ્રો કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. મેટ્રો કોર્ટ અનુસાર, આરોપી પિતાએ પુત્રની હત્યા (Murder) કરી લાશને ઇલેકટ્રીક ગ્રાઇન્ડર મશીનથી ટુડકા કરી જઘન્ય અપરાધ કર્યો છે. અને આ કેસ ચલાવવાની સત્તા આ કોર્ટ પાસે ન હોવાથી આરોપીની અરજી સ્વીકારી શકાય નહીં.

પિતા નલેશભાઇ જ્યંતિલાલ જોષીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મારા પુત્રનું અકાળે અવસાન થયું છે, પોલીસ દ્વારા તેના મોતનું સાચુ કારણ જાણવા માટે લાશનુ પોસ્ટ મોર્ટમ કરાવવા કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. હું મૂળ બનાસકાંઠાના ડીસા ગામનો વતની છું અને અમારા કોઇ જ સગા અમદાવાદ રહેતા નથી. દિકરી અભ્યાસ માટે જર્મની ગઇ છે. જેથી મારા દિકરાની અંતિમ વિધિ કરનાર કોઇ નથી. મૃતક મારો પુત્ર છે અને તેની અંતિમ વિધિ કરવાનો મને હક છે. ત્યારે પોલીસ જ્યારે દિકરાની અંતિમ વિધિ નક્કી કરે ત્યારે પોલીસ જાપ્તા સાથે મને તેમાં હાજર રાખવા વિનંતી છે.

રજૂઆત બાદ કોર્ટે પોલીસ રિપોર્ટ મંગાવ્યો હતો. લાશનું પંચનામુ કરી તેનું પોસ્ટ મોર્ટમ કરાવી લાશના ટુકડા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. મૃતકની માતા-બહેન જર્મની છે, તેમનો સંપર્ક થઇ શક્યો નથી. લાશનો કબજો મેળવાવ આજદીન સુધી કોઇ આવ્યું નથી. આ બાબતે કોર્ટે યોગ્ય નિર્ણય કરવો જોઇએ. આ રજૂઆત બાદ કોર્ટે અરજી ફ્ગાવી દીધી છે.

આ પણ વાંચો: વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રની આત્મહત્યાઃ કામે જવાનું કહીને રેલવે ટ્રેક પર પડતું મુક્યું

Your email address will not be published.