કિર્તીદાન ગઢવીએ કહ્યું માસ્ક ઉતારો તો મજા આવશે, લોકડાયરામાં લોકોના જીવ જોખમમાં મુકાયા

| Updated: January 11, 2022 7:45 pm

રાજયમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, દરરોજ બમણી સંખ્યામાં કોરોનાના નવા કેશ સામે આવી રહ્યા છે, બીજીતરફ આણંદના કલમસરમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીના લોક ડાયરમાં કોરોના ગાઇડલાઇન જાણે કે નેવે મુકી દેવાઇ હતી.

આ ડાયરમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને ધારાસભ્ય મયુર રાવલ પણ ઉપસ્થિત હતા તેમ છતાં મોટીસંખ્યામાં લોકોની ભીડ ભેગી કરવામા આવી હતી, સૌથી શરમની વાતતો એછે કે લોક કલાકાર કે જેનું કામ લોકોને સત્યથી વાકેફ કરાવવાનું છે અને લોકોને સાચા માર્ગે લઇ જવાનું છે ત્યારે આવા કપરા કોરોના કાળમાં લોક સાહિત્યમાં સૌથી ઉચ્ચુંસ્થાન ધરાવતા એવા કિર્તીદાન ગઢવીએ સ્ટેજ પરથી લોકોને માસ્ક ઉતારો તો સાંભળવાની મજા આવશે તેમ કહેવું તેમને શોભે તેમ નથી. આ અંગે કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યાની ફરિયાદ આયોજકો સામે નોંધાઇ છે.

વિગતો એવી છે કે ગઇ તા. 9ના રોજ આણંદના કલમસરમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને ધારાસભ્ય મયુર રાવલ પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનનું કોઈ જ પાલન કરવામાં આવ્યું ન હતું, સૌથી દુઃખદ વાતતો એ છે કે કીર્તિદાન ગઢવી પર ધારાસભ્ય મયુર રાવલે રૂપિયા ઉડાવ્યા હતા. ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી અને કોવિડ ગાઈડલાઈનનો થયો ભંગ પણ થયો હતો.

કિર્તીદાન ગઢવીએ સ્ટેજ પરથી લોક સાહિત્યની શરૂઆત કરી હતી અને શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે અહીં 400 માણસોથી વધારે માણસો હાજર નથી, જેથી કોરોના ગાઇડ લાઇનનો કોઇ ભંગ થઇ રહ્યો નથી, માટે માસ્ક ઉતારી દો તો સાંભળવાની મજા આવશે તેમ કહ્યું હતું. નોંધનીય છે કે એક અઠવાડીયા પહેલા ગાયક કલાકાર કાજલ મહેરીયા પણ એક પાર્ટી પ્લોટમાં હાજર રહી હતી અને ગીતો ગાયા હતા.જયાં પણ કોરોના ગાઇડલાઇનનો ભંગ થતાં પોલીસે પાર્ટીના આયોજકોની ધરપકડ કરી હતી. કલમસરમાં યોજાયેલા ડાયરા મામલે પણ કોરોના નિયમોના ભંગની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.