કિશોર કુમારની જન્મજયંતિ: જાણો તેમના વિશે જાણી અજાણી વાતો

| Updated: August 4, 2022 3:25 pm

કિશોર કુમાર ભલે તે અત્યારે અહીં ન હોય, પણ તેની યાદ દાયકાઓ સુધી ટકી રહેશે.

ઘણા લોકો નથી જાણતા કે કિશોર કુમારે ક્યારેય કોઈ અવાજની તાલીમ લીધી ન હતી અને તેણે ઘણી ભારતીય ભાષાઓમાં ગાયું હતું.તેમનું સાચુ નામ કિશોર કુમાર નથી.તેમનું નામ આભાસ કુમાર ગાંગુલી છે.

તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1929ના રોજ ખંડવામાં થયો હતો.તેઓનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો.તેમનું સાચુ નામ આભાસ કુમાર ગાંગુલી હતું પરંતુ ઓછા લોકો ખબર છે કે તેમનું સાચુ નાંમ કિશોર કુમાર છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા જ તેઓ આભાસ કુમારથી બદલાઈને કિશોર કુમાર બની ગયા

તેમના પરિવારની વાત કરવામાં આવે તો કિશોર કુમારને ત્રણ ભાઈઓ અને એક બહેન હતા.તેમની ડેબ્યૂ ફિલ્મ 1946માં રીલિઝ થઇ હતી.ત્યાર બાદ તેમણે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.બે વર્ષ પછી, 1948 માં, તેણે દેવ આનંદની ફિલ્મ ઝિદ્દીમાં તેનું પ્રથમ ગીત ગાયું હતું

બંગાળી, હિન્દી, મરાઠી, ગુજરાતી, આસામી, મલયાલમ, ઉડિયા અને કન્નડ સહિતની ભારતીય ભાષાઓની વિશાળ શ્રેણીમાં પ્રાવીણ્ય હોવા છતાં કિશોર કુમારની ગાયક તાલીમનો અભાવ બહુ ઓછા લોકો જાણે છે.ઘણાને ખબર નથી કે કિશોર કુમાર પુરુષ અને સ્ત્રી બંને અવાજમાં ગાઈ શકે છે.

ચાર વખત કિશોર કુમારના લગ્ન થયા હતા. તેમની પત્નીઓ રૂમા ગુહા, મધુબાલા, યોગીતા બાલી અને લીના ચંદાવરકર હતી.

Your email address will not be published.