કિસ્સા કુર્સી કાઃ ગુજરાતમાં ભાજપના કયા મુખ્યમંત્રી કેટલો સમય ટકી શક્યા?

| Updated: September 12, 2021 11:45 am

ભાજપની મહત્ત્વાકાંક્ષાનો કોઇ અંત નથી અને તે હંમેશા ચૂંટણી જીતવા માંગે છે. ભાજપ 1995થી ગુજરાતમાં આરામથી શાસન કરે છે છતાં 1997ના થોડા સમયને બાદ કરતા પાર્ટીએ એક નિયમ ચુસ્તપણે અપનાવ્યો છે. ભાજપ માટે મુખ્યમંત્રીની ખુરશી મહત્ત્વની નથી, પક્ષ મહત્ત્વનો છે.

આગામી 15 મહિના પછી 2022માં વિધાનસભાની મહત્ત્વની ચૂંટણી આવી રહી છે તે અગાઉ વિજય રુપાણીએ 11 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી દીધું. તેમણે સ્વેચ્છાએ રાજીનામુ આપ્યાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રીઓના ઇતિહાસ પર એક નજર નાખવી જરૂરી છેઃ

કેશુભાઈ પટેલ- 14 માર્ચ 1995થી 21 ઓક્ટોબર 1995

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે રાજ્યમાં પક્ષને મજબૂત બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. તેમણે 1995માં રાજ્યમાં ભાજપની પ્રથમ સરકાર રચી હતી. તેઓ માર્ચથી ઓક્ટોબર 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓને તૈયાર કર્યા હતા. ત્યાર પછી મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા.

સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા પટેલ 1995માં મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ પક્ષમાં બળવો થવાથી તેમને કાર્યકાળ અકાળે સમાપ્ત થઈ ગયો. 1995માં ભાજપે જોરદાર વિજય મેળવ્યો ત્યારે વિહિપના શાનદાર ગ્રાઉન્ડવર્ક, કેશુભાઈની માસ અપીલ અને શંકરસિંહ વાઘેલાના ભાજપ પ્રમુખ તરીકેની કામગીરી જવાબદાર હતી.

વાઘેલા ગુજરાતમાં અગ્રણી ક્ષત્રિય નેતા બન્યા. તેથી જ્યારે પાટીદારને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા ત્યારે તેમણે ખજુરાહો પ્રકરણ કર્યું. હાઈ કમાન્ડે વાઘેલાને હટાવીને સુરેશ મહેતાને નવા મુખ્યમંત્રી બનાવ્યા. ખજુરાહો પ્રકરણ પછી વાઘેલા માત્ર 12 મહિના સીએમ રહ્યા.

સુરેશ મહેતા, 11 ઓક્ટોબર 1995થી 19 સપ્ટેમ્બર 1995 -11 મહિના

મહેતા ગુજરાતના 11મા મુખ્યમંત્રી હતા અને 11 મહિના સત્તા પર રહ્યા. માંડવી-કચ્છથી ચૂંટાયેલા મહેતા 1975, 1985, 1990, 1995, 1998માં ચૂંટાયા હતા. તેઓ 2002ની ચૂંટણીમાં હારી ગયા હતા. 1995માં કેશુભાઈએ સરકાર રચી ત્યારે તેઓ કેબિનેટમંત્રી હતા. શંકરસિંહ વાઘેલાના બળવા પછી કેશુભાઈએ ઓક્ટોબર 1995માં ગાદી છોડી ત્યાર બાદ મહેતા મુખ્યમંત્રી બન્યા અને સપ્ટેમ્બર 1996 સુધી સીએમ રહ્યા. જોકે, ત્યારબાદ તેમણે રાજીનામું આપવું પડ્યું અને 19 સપ્ટેમ્બર 1996થી 23 ઓક્ટોબર 1996 સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. ત્યાર પછી તેઓ પટેલે પુનરાગમન કર્યું ત્યારે તેઓ તેમના શાસન હેઠળ ઉદ્યોગ મંત્રી પદે રહ્યા.

શંકરસિંહ વાઘેલા – 23 ઓક્ટોબર 1996થી 27 ઓક્ટોબર 1997 – 12 મહિના

વાઘેલા એક સમયે ગુજરાતમાં આરએસએસના વરિષ્ઠ સ્ટ્રેટેજિસ્ટ પૈકી એક હતા. પરંતુ રાજકીય આકાંક્ષાઓ વધારે પ્રબળ હતી. વાઘેલા 90ના દાયકામાં ભાજપથી અલગ પડ્યા અને તેમણે પોતાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી. તેમનો એકમાત્ર હેતુ ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો હતો.
પરંતુ વાઘેલાને સરકાર રચી શકાય તેટલી બેઠકો ન મળી, તેના કારણે તેમણે કોંગ્રેસનો બહારથી ટેકો લેવો પડ્યો અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

કેશુભાઈ પટેલ – ફરી સત્તા પર – 4 માર્ચ, 1998થી 6 ઓક્ટોબર 2001

કેશુભાઈ પટેલ સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરીથી ચૂંટાયા હતા.
છતાં તેમણે રાજીનામું શા માટે આપવું પડ્યું ?

ભૂકંપના કારણે ગુજરાતને ભારે નુકસાન થયું હતું. તેની સાથે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલના કાર્યકાળમાં પણ ભારે વિક્ષેપ પેદા થયો. તેમના બીજા કાર્યકાળ દરમિયાન જૂન 1998માં ગુજરાતમાં એક ભયંકર ચક્રવાત આવ્યો હતો જેમાં હજારો લોકોના મોત થયા હતા. 1999માં પાણીની ભયંકર અછત સર્જાઈ અને 2000માં પણ દુષ્કાળ આવ્યો હતો. ત્યાર પછી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો.

ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના સલાહકાર એલ કે અડવાણીની મદદથી રાજકીય બળવો કર્યો અને કેશુભાઈએ રાજીનામુ આપવું પડે તેવી સ્થિતિ પેદા કરી.

પટેલ છ વખત ગુજરાત વિધાનસભામાં ચૂ્ંટાયા હતા અને એક વખત સાંસદ રહી ચુક્યા હતા. તેઓ પ્રચારક તરીકે બહુ નાની ઉંમરે આરએસએસમાં જોડાયા હતા. તેમણે જનસંઘથી રાજકીય કારકિર્દી શરૂ કરી અને ઇમરજન્સી પછી ભાજપના મૂળ જમાવવાનું કામ કર્યું.

29 ઓક્ટોબર 2020ના રોજ 92 વર્ષની વયે તેમનું અમદાવાદમાં નિધન થયું હતું.
નરેન્દ્ર મોદી, 7 ઓક્ટોબર 2001થી 22 મે 2014

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સળંગ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ અને ઉછેર વડનગરમાં થયો હતો. મોદીએ ત્યાં સેકન્ડરી સુધીનું શિક્ષણ લીધું હતું અને સ્થાનિક રેલવે સ્ટેશને તેઓ પિતાને ચા વેચવામાં મદદ કરતા હતા. આઠ વર્ષની વયે તેઓ આરએસએસ સાથે જોડાયા. તેમણે 18 વર્ષની વયે જશોદાબેન ચમનલાલ સાથે લગ્ન પછી તરત ઘર છોડી દીધું, ઘણા દાયકા પછી તેમણે લગ્ન થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. મોદીએ ત્યાર પછી બે વર્ષ સુધી ભારતભ્રમણ કર્યું અને ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. 1971માં ગુજરાત પરત આવ્યા પછી તેઓ આરએસએસના પૂર્ણ કાલિન પ્રચારક બન્યા હતા.

2001માં મોદી ગુજરાતના સીએમ બન્યા જ્યારે ભુજના ધરતીકંપ પછી ભાજપ સરકારની કામગીરીની ઘણી ટીકા થઈ હતી. ત્યાર પછી તેઓ તરત ધારાસભામાં ચૂંટાયા. તેમણે આર્થિક વિકાસ પર ધ્યાન આપ્યો અને પ્રશંસા મળવી. મોદીએ ભાજપને 2014ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો અને ભાજપને લોકસભામાં બહુમતી અપાવી. સીએમ મોદી પીએમ બન્યા પછી મુખ્યમંત્રીની ખુરશીનું એટલું મહત્ત્વ ન રહ્યું. કારણ કે ત્યાર પછીના મુખ્યમંત્રીઓ હાઈ કમાન્ડના રબર સ્ટેમ્પ હતા.

આનંદીબેન પટેલ, 22 મે 2014, થી 5 ઓગસ્ટ 2016

મોદી વડાપ્રધાન બન્યા પછી તેમને એક વિશ્વસનીય અને વફાદાર મુખ્યમંત્રીની જરૂર હતી. તેથી આનંદીબેનને પસંદ કરવામાં આવ્યા.

આનંદીબેને શા માટે રાજીનામુ આપ્યું?

આનંદીબેનના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું જે હિંસક બન્યું હતું. ત્યાર પછી થોડા મહિના બાદ દલિતો પર અત્યાચાર થયા અને તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો. તેના પગલે આનંદીબેને રાજીનામુ આપવું પડ્યું.

પટેલે સૌ પ્રથમ ફેસબૂક પર રાજીનામુ આપ્યું. તેમણે કહ્યું કે 75 વર્ષની વયે વ્યક્તિ નિવૃત્ત થાય તેવી આપણા પક્ષની પરંપરા રહી છે. હું 75 વર્ષની થવાની છું તેથી રાજીનામુ આપી રહી છું. જોકે, જાણકારોના કહેવા પ્રમાણે તેમની વયને રાજીનામા સાથે કોઈ સંબંધ ન હતો. આનંદીબેન પોતાના વિશ્વાસુ નીતિન પટેલને ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. પરંતુ ત્યાર પછી એક મહત્ત્વની મિટિંગ થઈ જેમાં અમિત શાહે વિજય રુપાણીનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યું. આનંદીબેન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેઓ ત્યાર પછી મધ્યપ્રદેશના ગવર્નર પણ બન્યા હતા.
હાલમાં તેઓ યુપીના ગવર્નર છે. તેઓ 2002થી 2007 દરમિયાન તેઓ શિક્ષણ મંત્રી હતા.

વિજય રુપાણી, 7 ઓગસ્ટ 2016 – 26 ડિસેમ્બર 2017 ત્યાર પછી 26 ડિસેમ્બર 2017થી 11 સપ્ટેમ્બર 2021

વિજય રુપાણી 7 ઓગસ્ટ 2016ના રોજ મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યો. 1956માં બર્મામાં જન્મેલા રુપાણીએ વિદ્યાર્થી નેતા તરીકે તેમની કારકિર્દી શર કરી હતી. તેઓ બાળપણથી આરએસએસના વિચારોમાં માનતા હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય હતા.

રુપાણી 1971માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી તેની સાથે જોડાયેલા હતા. કટોકટી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ આરએસએસના પ્રચારક રહ્યા હતા. તેઓ રાજકોટ મનપામાં પણ ચૂંટાયા હતા. નેવુના દાયકામાં શંકરસિંહ વાઘેલાની આરજેપી અને કોંગ્રેસે રાજ્યમાં શાસન કર્યું તે સમયગાળાને બાદ કરતા ભાજપ માટે ગુજરાત ગઢ રહ્યો છે.
ભાજપે ગુજરાતમાં જે ફૂટવર્ક કર્યું છે જેના કારણે તેને બહુ ફાયદો થયો છે. 1995માં તેમનો વિજય કોઈ આકસ્મિક ઘટના ન હતી. તેમણે ઓબીસી, આદિવાસી, દલિતોમાં 1980ના દાયકાથી જ પોતાનો બેજ બનાવવો શરૂ કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *