ગુજરાતમાં પતંગની દોરીએ 146 લોકોને ઘાયલ કર્યા, અમદાવાદમાં 37 ઈજાગ્રસ્ત

| Updated: January 14, 2022 6:47 pm

ગુજરાતમાં આજે પતંગની દોરાથી 146 લોકોને ઈજાઓ થઈ છે અને સૌથી વધારે અમદાવાદમાં 37 લોકોને ઘાયલ થયા છે. તો બીજી બાજુ પક્ષીઓને ઈજાઓ ઓછી થવાની ઘટનાઓ સામે આવી છે. પક્ષી બચાના આજે માત્ર બે કોલ જ મળ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં આવેલ ચમનપુરા વિસ્તારમાં એક યુવાન બાઈક પર જઈ રહ્યો હતો તે વેળા તેના ગળામાં દોરી આવી જતા તે જમીન પર પટકાયો હતો અને તેને ગંભીરઈજાઓ થઈ હતી. તો બીજી બાજુ સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. જો કે, હાલ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેઓની સારવાર કરવામાં આવી રહી છે.

રાજયમાં આજે ઉત્તરાયણના તહેવારને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ લોકો પોત પોતાના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવવા માટે ચઢી ગયા હતા. જો કે, તમામ લોકોએ સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું પણ પાલન કર્યું હતું. શહેરમાં લોકોએ ધાબા પર ડીજે વગાડ્યા ન હતા અને બહારના કોઈ પણ લોકોને તેમની સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવવા દેવામાં ન હતા.

અમદાવાદમાં બપોર બાદ શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. અમદાવાદના નેહરુનગર, શિવરંજની,વસ્ત્રાપુર વગેરે વિસ્તાર દિવસોમાં મુવમેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જોકે લોકો આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરેલા લોકોને લઇને રસ્તાઓ સૂમસામ બન્યા હતા.

Your email address will not be published.