CWGમાં સૌથી યુવા ફક્ત 14 વર્ષની ભારતીય એથ્લીટ અનાહતસિંહ અંગે જાણો

| Updated: August 3, 2022 4:37 pm

આપણે ફક્ત 14 વર્ષની વયે સચીન તેંડુલકર(#Sachin Tendulkar)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના ખૂંખાર ફાસ્ટ બોલરોનો સામનો કરતો જોયો હતો અને તેની રમતને લગભગ અઢી દાયકા સુધી માણી હતી. હવે ફક્ત 14 વર્ષની જ ભારતીય એથ્લીટ અનાહતસિંઘ (AnahatSingh)કોમનવેલ્થ ગેમ્સ (#Commonwealth Games)2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ ઉંમરનું તેનું પર્ફોર્મન્સ આપણને ફરીથી તેંડુલકરની યાદ અપાવ્યા વગર રહેતું નથી.

દિલ્હીના નવમા ધોરણમાં અભ્યાસ કરતી અનાહતસિંઘ ભારતીય ટીમની સૌથી નાની વયની સભ્ય છે. રમતમાં સારો દેખાવ કર્યા પછી તેણે ગેમ્સ માટે ક્વોલિફાય કર્યુ છે. એશિયન જુનિયર વ્યક્તિગત સ્કવોશ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીમાં અનાહતે હોંગકોંગની એના ક્વોંગને 11-7, 12-10, 11-5થી હરાવી ટાઇટલ જીત્યું હતું. આ તેનું પ્રથમ અને આઠમું આંતરરાષ્ટ્રીય ટાઇટલ હતું.

અનાહતસિંઘની મોટી બહેન અમીરાસિંઘ (#Amira Singh) હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી મેળવવા ગઈ તે પહેલા દેશની અંડર-19 ટોચની સ્કવોશ પ્લેયર હતી. તે હજી પણ હાર્વર્ડની વીમેન્સ સ્કવોશ ટીમમાં રમે છે. અનાહતસિંઘને તેની બહેને અને નેશનલ પ્લેયરના સ્કવોશ પ્લેયર અમજદખાન અને અશરફ હુસૈને કોચિંગ આપ્યુ છે. તેમના કોચિંગ હેઠળ અનાહતસિંઘે પોતાને તરત જ રાષ્ટ્રીય ખેલાડી તરીકે પ્રસ્થાપિત કરી દીધી છે. અનાહત ઝડપથી ભારતમાં અંડર-11 કેટેગરીમાં અને પછી અંડર-13 કેટેગરીમાં ટોચ પર પહોંચી ગઈ, જ્યાં તેણે ફક્ત ભારતમાં જ નહી પણ એશિયા અને યુરોપમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવને હાર્ડ હિટિંગથી વિન્ડીઝ સ્તબ્ધઃ ભારત શ્રેણીમાં 2-1થી આગળ

અનાહતે જ્યારથી કોમનવેલ્થમાં પ્રવેશ કર્યો, ત્યારથી ભારતીય રમતગમતની દુનિયામાં ચર્ચામાં છે. મહિલા સિંગલ્સ સ્કવોશના ઇવેન્ટના રાઉન્ડ ઓફ 64માં પ્રવેશી છે. કોમનવેલ્થ ગેમ્સમાં તેણે તેણે સેન્ટ વિન્સેન્ટની જાડા રોસને 11-5, 11-2 અને 11-0થી હરાવી છે. તેને જ્યારે હરીફે ઉષ્માસભર આલિંગન આપ્યુ ત્યારથી તે ચર્ચામાં છે. તેના પછીની મેચમાં તે વર્લ્ડ રેન્ક 19મી ક્રમાંકિત એમિલી વ્હિટલોક સામે હારી, પણ તેણે 7-11, 7-11, 11-4, 6-11થી હારતા પહેલા જબરજસ્ત સંઘર્ષ કર્યો હતો. જો કે તે પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશવામાં નિષ્ફળ ગઈ હતી.

આ પરાજય છતાં પણ તેની પ્રતિભાને ધ્યાનમાં રાખતા તેને ભારતીય સ્કવોશના ભાવિ તરીકે જોવામાં આવી રહી છે. અનાહતે 2022 વર્લ્ડ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યુ છે, જે ફ્રાન્સમાં 9મી ઓગસ્ટથી શરૂ થશે. તેની પાસેથી આ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવની આશા રાખવામાં આવે છે.

Your email address will not be published.