સેલ્ફ મેરેજ કે પબ્લિસિટી સ્ટંટ: હોમપેજ પર પોસ્ટ મૂકીને રૂપિયા કમાવવાનું તરકટ?

| Updated: June 9, 2022 6:02 pm

વડોદરાની ક્ષમા બિંદુએ આજે સેલ્ફ મેરેજ કરતા ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયો છે. આ મેરેજની જાહેરાત તેણીએ સોશિયલ મીડિયામાં 2 જુનના રોજ કરી હતી. તે સમયે તેના સોશિયલ મીડિયામાં 17 હજાર ફોલોવર્સ હતા અને આજે તે વધીને 26 હજારને પાર થઈ ગયા છે. તો હવે શું આ સેલ્ફ મેરેજ સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું નાટક છે? કારણ કે માત્ર એક અઠવાડિયામાં ફોલોઅર્સની સંખ્યામાં 50% જેટલો વધારો થયો છે.

ક્ષમા બિંદુએ સેલ્ફ મેરેજની જાહેરાત કરતા જ તેનો ભારે વિવાદ કરવામાં આવ્યો હતો. જેથી તેણીએ મીડિયાથી દુર રહીને તેના જ ઘરમાં જ આજે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. તેણીના આ લગ્ન જે પંડિત કરાવવાના હતા તેઓએ પણ છેલ્લી ઘડીએ હાથ ઉપર કરી લીધા હતા. ત્યાર બાદ ક્ષમાએ ઈન્ટરનેટની મદદથી લગ્ન કરવા માટેની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, શું આ આખું ક્ષમાનું પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાનું નાટક છે?, શું આ એક પબ્લિસિટી સ્ટંટ છે? શમાએ પોતાની જાત સાથે લગ્ન જ કરવા હતા તો ચૂપચાપ કેમ કર્યા, પોતે મીડિયાને જાણ કર્યા વિના પોતાની રીતે જાતે એકલા કેમ કરી ન નાખ્યા.

ક્ષમા બિહારની વતની છે અને તે હાલ વડોદરામાં રહી ડિજિટલ ક્રિએટર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં તે સોશિયમ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરે તેના પૈસા આપવામાં આવે છે. એટલે પોતાના ફોલોઅર્સ વધારીને વિવિધ કંપનીઓ અને પ્રોડક્ટની પોસ્ટ પોતાના હોમપેજ પર મૂકીને રૂપિયા કમાવા તેણે આવો સ્ટંટ કર્યો છે કે કેમ?

વડોદરાના ડો. જ્યોતિનાથ બાબાએ જણાવ્યું હતું કે સોલો ગામી લગ્ન એ પબ્લિસિટી સ્ટંટ છે. આવા લગ્નને સમાજમાં કોઇ સ્થાન નથી. માત્ર હિન્દુ જ નહીં, જગતની કોઇ સંસ્કૃતિમાં આવા લગ્ન સ્વીકાર્ય નથી. આ લગ્ન આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે લાલબત્તી સમાન છે. ભારતીય સંસ્કૃતિમાં 8 પ્રકારનાં લગ્નો જ માન્ય છે, એમાં આત્મવિવાહને કોઇ સ્થાન નથી.

હિન્દુ અગ્રણી નીરજ જૈને જણાવ્યું હતું કે આ માત્ર ને માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને સિંગલ જીવવા માટે ઘણા બધા રસ્તા હોય છે. હિન્દુ સંસ્કૃતિ પર આવાં લગ્નોથી અસર થાય છે. સમાજે આવા લોકોને દૂર રાખવા જોઇએ.

તમને જણાવી દઈએ કે, ક્ષમા બિંદુ લગ્ન બાદ હનિમુન કરવા માટે જશે પણ આ હનિમુનમાં તે પોતાના પતિ સાથે નહીં પરતું તે પોતે એકલી જવાની છે. લગ્નમાં જે પ્રમાણે વિધિ કરવામાં આવે છે તે તમામ પ્રકારની વિધિ આજે શમાના લગ્નમાં કરવામાં આવી હતી. આ સાથે શમાની છ જેટલી મિત્રો પણ આ લગ્નની સાક્ષી બની હતી. શમા આમ તો ડિજિટલ ક્રિએટર તરીકે કામ કરે છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખવા માટેના પૈસા પણ મળતા હોય છે. શમાએ જયારથી સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી છે ત્યારથી તે મીડિયાથી દૂર ભાગી રહી છે.

Your email address will not be published.