હૈદરાબાદનું નામ બદલવાની મંશા પર કેટીઆરનો ભાજપ પર પ્રહાર; પહેલા અમદાવાદનું નામ બદલો

| Updated: July 5, 2022 9:29 am

હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખવાની અટકળો ચાલી રહી છે. રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદને “ભાગ્યનગર” તરીકે ઓળખાવ્યું હતું.

આ મુદ્દે તેલંગાણાના મંત્રી કે.ટી. રામારાવે ભાજપના નેતા પર એક તીવ્ર પ્રતિક્રિયા પોસ્ટ કરતાં લખ્યું કે, “તમે પહેલા અમદાવાદનું નામ કેમ નથી બદલતા?” આ ઝુમલા જીવી કોણ છે?” રામારાવે ભાજપના નેતા રઘુબર દાસની ટિપ્પણીના જવાબમાં પોસ્ટ કરી હતી.

રવિવારે, પીએમ મોદીએ હૈદરાબાદમાં બીજેપી નેતૃત્વની બેઠકને સંબોધતા કહ્યું હતું કે તે ભાગ્યનગરમા સ્વતંત્રતા સેનાની સરદાર પટેલે “એક ભારત” શબ્દ બનાવ્યો હતો. જો કે આ ટિપ્પણીઓએ એવી અટકળોને વેગ આપ્યો કે નામ-બદલાવાની તૈયારીમાં છે.

ભાજપના કેટલાક નેતાઓ અને પક્ષના વૈચારિક માર્ગદર્શક RSSએ તેલંગાણાની રાજધાનીનું નામ બદલીને ભાગ્યનગર રાખવાની હાકલ કરી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2020 માં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને તેમણે પણ મતદારોને હૈદરાબાદને ભાગ્યનગરમાં પરિવર્તિત કરવા પાર્ટીને મત આપવા વિનંતી કરી હતી.

રઘુબર દાસે સપ્તાહના અંતે પાર્ટી મીટ પર પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ” છેલ્લા બે દિવસથી હું જોઈ રહ્યો છું કે વેપારીઓ હોય કે સામાન્ય લોકો તેઓને TRS (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) સરકાર પ્રત્યે ઘણો ગુસ્સો છે. આ કારણ છે કે આ સરકાર વંશવાદની રાજનીતિમાં માને છે અને માત્ર પરિવાર વિશે વિચારે છે. તેઓ તેલંગાણાના લોકોના કલ્યાણ વિશે વિચારતા નથી. તેથી લોકો ભાજપની તરફેણમાં છે.”

આ પણ વાંચો: ભાજપ અને ટીઆરએસ દ્વારા એકબીજા પર ઉર્દૂ અને ગુજરાતીમાં ચલાવાયા આરોપના બાણ

Your email address will not be published.