Site icon Vibes Of India

AAP થી ભાજપમાં ગયેલા વધુ એક મહિલા નગરસેવક ઊંધા પગે ફરી વાર પાર્ટીમાં જોડાયા

Kundan Kothia rejoined AAP

Kundan Kothia rejoined AAP

સુરતના વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા આજે ફરી એકવાર વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કુંદન કોઠીયા જણાવ્યું હતું કે ખોટું સહન નથી થતું, અહીં વ્યક્તિનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી મેં માફી માંગીને ઘરના સભ્યની જેમ મને પરત રાખી છે.

ગુજરાતમાં એક માત્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટી 27 સીટો પર વિજય મેળવી વિરોધ પક્ષ તરીકે સુરત મહાનગર પાલિકામાં બેઠી હતી. પરંતુ ભાજપે યેનકેન પ્રકારને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો અને બાદમાં એક મળી કુલ છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જોકે ફરી એકવાર આપમાંથી ભાજપમાં ગયેલા નગરસેવકો ઊંધા પગે ફરી વાર આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આપવાથી ભાજપમાં ગયેલા મહિલા નગરસેવક મનીષા કુકડીયા ફરી એકવાર ભાજપ છોડીને આપમાં જોડાઈ હતી. ત્યારે આજે વધુ એક મહિલા કોર્પોરેટરનું આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી થઈ છે. વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા આજે ફરી એકવાર વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ અંગે સુરત આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. કુંદન કોઠીયાએ પત્રકારોને જણાવતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મારા પરિવાર જેવું છે. ઘરવાપસી કરવાનું કારણ જણાવતા તેઓએ ઉમેર્યું હતું કે ખોટું સહન નથી થતું, અહીં વ્યક્તિનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી મેં માફી માંગીને ઘરના સભ્યની જેમ મને પરત રાખી છે. ભાજપમાં ગ્રાઉન્ડ લેવલના કામો થઈ શકતા નથી.

વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે તેની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. જે અંતર્ગત અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત મુલાકાત કરવાના છે. ત્યારે ફરી એકવાર આપના નગરસેવકો ભાજપમાં ગયા બાદ ફરી આપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે રાજકારણ ગરમાયુ છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )