28મી ડીજીપી કપ અને ટી -20 ટુર્નામેન્ટમાં કચ્છ બોર્ડર રેન્જ ચેમ્પિયન બની, બંને ટ્રોફિ કચ્છ બોર્ડર રેન્જના ફાળે

| Updated: May 14, 2022 10:19 pm

  • ક્રિકેટ મેચમાં રાજ્ય પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
  • ફાઇનલ મેચમાં કચ્છ બોર્ડર સામે એસઆરપી ટીમ અને વડોદરા શહેરની ટીમ હતી

28મી ડીજીપી કપની 50 ઓવર ક્રિકેટ ટુર્નામેન્ટ અને 15મી ટી-20 ટુર્નામેન્ટનું ફાઇનલ મેચનું આયોજન શુક્રવારે એજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ટ સોલા ખાતે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયાની હાજરીમાં કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ઉચ્ચ આઇપીએસ ઓફિસરો અને પોલીસ અધિકારી કર્મચારીઓ સહિત 17 પોલીસ ક્રિકેટ ટીમો ઉપસ્થિત રહી હતી. 28મી ડીજીપી કપ અને ટી -20 ટુર્નામેન્ટમાં કચ્છ બોર્ડર રેન્જ ચેમ્પિયન બની, બંને ટ્રોફિ કચ્છ બોર્ડર રેન્જના આઇજી આર જે મોથલીયા સ્વિકારી હતી.

આ ટુર્નામેન્ટ ગત ફેબ્રુઆરીના અંત ભાગમાં શરુ કરવામાં આવી હતી અને લીગ ફોરમેટથી તમામ મેચનું આયોજન કરવામાં આવ્યું હતુ. ટી-20 ની ટુર્નામેન્ટની તમામ મેચો સેમિફાઇનલ બરોડા શહેર ખાતે રમાડવામાં આવી હતી. તમામ લીગ મેચના અંતે બોર્ડર રેન્ડ કચ્છની ટીમ 50 ઓવર અને 20 ઓવર બંનેમાં ફાઇનમાં પ્રવેશ કર્યો હતો. અન્ય ટીમોમાં 50 ઓવરમાં એસઆરપી ગુજરાત પોલીસ અને 20 ઓવરમાં વડોદરા શહેર પોલીસ કચ્છ સામે પ્રવેશ લીધો હતો.

12 અને 13ની યોજાયેલી ટુર્નામેન્ટ ફાઇનલમાં બોર્ડર રેન્જ કચ્છ 50 અને 20 ઓવર બંને મેચમાં ચેમ્પીયન બની હતી. તા.12ના રોજ 50 ઓવરની ફાઇનલ મેચમાં કચ્છ બોર્ડર રેન્જે એસઆરપીને 6 વીકેટ હરાવી ચેમ્પીયન શીપ મેળવી હતી. જેનો મેન ઓફ ધી મેચ શીવમ જોશીને જાહેર કરવામાં આવ્યો હતો અને ટી-20 ફાઇનલમાં કચ્છ બોર્ડર રેન્જે વડોદરા શહેરની ટીમને 17 રને પરાજય આપ્યો હતો. સ્કોર 50 ઓવરમાં 102 રન એસઆરપી, છ વીકેટ ગુમાવી પુરા કર્યા હતા. ટી-20માં બોર્ડર રેન્જ 134 કરી સામેની ટીમને 116 ઓલ આઉટ કર્યા હતા.

ગુજરાત રાજ્યની ભાગ લેનાર કુલ 17 ટીમોએ તેમના વિસ્તારના સુપ્રસિધ્ધ વસ્તુઓના મોમેન્ટોથી રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાને સન્માનીત કર્યા હતા. અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. 12મી મેના રોજ યોજાયેલી ક્રિકેટ મેચમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એડી. સીપી સહિતના શહેરના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં આઇબીના એડી.જીપી અનુપમસિંહ ગહેલોત, આર્મ યુનિટની એડી.જીપી રાજુ ભાર્ગવ, સિનિય આઇપીએસ પીયુશ પટેલ, એટીએસના વડા અમિત વિશ્વકર્મા, કચ્છ બોર્ડર રેન્જ જે આર મોથલીયા, શહેરના જોઇન્ટ કમિશનર વહિવટ અજય ચૌધરી, ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડા, એડીસન સીપી ક્રાઇમ પ્રેમવિર સિંગ, એસપી પાટણ વિજય પટેલ, ઝોન-3ના ડીસીપી, એસપી રાજેન્દ્ર ચુડાસમા, ટ્રાફિક ડીસીપી, સાઇબર ક્રાઇમ એસીપી જીતેન્દ્ર યાદવ, ડીવાયએસપી શૈલેષસિંહ રઘુવંશી સહિતના અન્ય અધિકારી પણ હાજર રહ્યા હતા.

કુલ 70 મેચો ગુજરાત રાજ્યના ક્રિકેટ એસોસિયેશનના અલગ અલગ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવી હતી. જે તમામ મેચોનું સફળતા પૂર્વક અને સંચાલન જોઇન્ટ કમિશનર સેકટર 1 રાજેન્દ્ર અસારી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતુ. તેમના વક્તવ્યમાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાની કામગીરીને બિરદાવવામાં આવી હતી તથા તમામ ઉચ્ચ અધિકારીઓને મોમેન્ટોથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય ભાગ લેતી તમામ ટીમને રોજ ઓન લાાઇન એક્સસાઇઝ અને યોગ કરાવનાર વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેકટર અરુણ મિશ્રાને મેન્ટર ઓફ ધી ફિઝીકલ એક્સસાઇઝ, બેસ્ટ, બોલર, મેન ઓફ ધી સીરીઝ સહિત અનેક પોલીસના ચુનંદા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડા આશિષએ ટ્રાફિ આપી સન્માનીત કર્યા હતા. સમગ્ર ફાનલ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ. આમ રાજ્યના ગૃહમંત્રી જે રીતે સ્પોર્ટસમાં લોકોને અને પોલીસને આગળ વધવાની સલાહ આપી રહ્યા હોય છે તેમ પોલીસ પણ સ્પોર્ટસમાં આગળ સતત વધી રહી છે.

Your email address will not be published.