કચ્છએ લીધી પાકિસ્તાનની સાઈડ,અંજારના દુધઈ ગામના લોકોએ લગાવ્યા ભારત વિરોધી નારા

| Updated: December 22, 2021 5:53 pm

ગઈકાલ રોજ ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં કચ્છ તાલુકાના દુધઈ ગામના લોકોએ જે જીતની ખુશીમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. આ સાંભળીને જ પોલીસ દોડતી આવતી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી કોઈના પક્ષમાં હાર આવી તો કોઈના પક્ષમાં જીત. પરંતુ, જીતેલા લોકોએ પાકિસ્તાનનો પક્ષ લેતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી.

કારણ કે, ભારતમાં જ રહેતા હોય અને પાકિસ્તાનના નારા લગાવે એ ખરેખર ચોકી જાય એવી ઘટના છે.
સુત્રો દ્વારા આ નારા લગાવતા હોય તેવો વિડીયો પણ વાઈરલ થયો હતો. દુધઈ ગામમાં 4200 મત ભેગા થયા હતા.અને ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવતા રીનાબહેન રાઘુભાઈ કોઠીવાડ 1026 મતથી વિજયી બન્યા હતા.આ વિજય બન્યા પછી લોકો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. તે જ સમયે પાકિસ્તાન જિંદાબાદના નારા સંભળાતો વિડીયો વાઈરલ થયો છે.

આ વિડીયો વાઈરલ થતાની સાથે જ પોલીસ દ્વારા સરપંચના પતિ રાઘુભાઈ કોઠીવાડ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, હજુ સુધી તેમની પાસે કોઈ એવી ખબર પહોચી નથી. તેમજ દુધઈના પીએસઆઈ ગોહિલ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આવો વિડીયો તેમની સામે આવ્યો છે. પરંતુ, વિડીયોમાં કોણ બોલે છે એ વાતની ખબર હજુ સુધી તેમને લાગી નથી અને આ કોણ બોલ્યું છે. તે વાતની જાણકારી મેળવવામાં આવશે અને જલ્દી તપાસ હાથ ધરવામાં આવશે.

Your email address will not be published.