લખીમપુર ખેરી મામલો: ખેડૂતોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, ન્યાય માટે કરાશે આંદોલન

| Updated: October 13, 2021 5:32 pm

લખીમપુર ખેરીના ટિકોનીયા ખાતે, મંગળવારે હજારો લોકો ચાર ખેડૂતો અને એક પત્રકારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા, જેઓ 3 ઓક્ટોબરે કારની ટક્કરના કારણે મૃત્યુ પામ્યા હતા જે કાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની માલિકીની હતી. વિરોધ કરી રહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના ખેડૂતો મૃત્યુ પામેલ ખેડૂતોની અંતિમ પ્રાર્થનામાં હાજરી આપવા આવ્યા હતા.

સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ), જે પાછલા વર્ષથી ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે વિરોધનું નેતૃત્વ કરી રહ્યું છે, તેણે આગલા દિવસે મંગળવારે “શહીદ કિસાન દિવસ” મનાવવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત અને રાષ્ટ્રીય લોકદળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરી જેવા અગ્રણી નેતાઓએ પણ પ્રાર્થના સમારોહમાં હાજરી આપી હતી અને તમામને શ્રદ્ધાંજલિ આપી હતી.

સ્ટેજ પર પ્રિયંકાએ સભા સંબોધી ન હતી કારણ કે કોઈ પણ નેતાને સ્પીચ આપવાની માની હતી, જેથી તેમણે ફક્ત પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે નમન કર્યું, અને પછી ભીડમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વચ્ચે બેઠા. તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હતા. સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે પણ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. જોકે પ્રિયંકાની જેમ જયંત ચૌધરીએ પણ સભાને સંબોધી ન હતી પરંતુ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

BKU નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, “અમારું આંદોલન ચાલુ રહેશે. અમારું આંદોલન અને વિરોધ છેલ્લા 11 મહિનાથી ચાલુ છે. જ્યાં સુધી કેન્દ્રીય રાજ્ય મંત્રીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે લાંબા આંદોલન માટે તૈયાર છીએ. આશિષ મિશ્રાની ધરપકડ રાજકીય છે. તેને રેડ કાર્પેટ આપવામાં આવી છે. જ્યાં સુધી તેમના પિતાને તેમના પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી અમારો વિરોધ અન્ય ખેતીના કાયદાને પાછો ખેંચવા માટે અન્ય વિરોધ સાથે ચાલુ રહેશે. જ્યાં સુધી તેના પિતાને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી શકતી નથી.

ટિકૈત એકમાત્ર નેતા હતા જેમને મંચ પરથી સભાને સંબોધવાની મંજૂરી આપવામાં આવી હતી. પોતાના 20 મિનિટના સંબોધનમાં, BKU નેતાએ કહ્યું, “દરેક વ્યક્તિએ જોયું છે કે શું થયું. વીડિયો મોડો જાહેર થયો કારણ કે અહીં ઇન્ટરનેટ બંધ હતું.. જો તે વીડિયો સાર્વજનિક ન હોત તો ખેડૂતોને દોષિત તરીકે દર્શાવવામાં આવ્યા હોત.”

RLDના વડાએ કહ્યું હતું કે, “રાજ્ય અને દેશમાં ખેડૂતો બહુમતીમાં છે. આપણા દેશમાં બહુમતી ખેડૂતો છે. મૃત્યુ પામેલા ખેડૂતોએ મોટું બલિદાન આપ્યું છે. અન્ય ખેડૂતો આને ભૂલશે નહીં. અમે મૃત્યુ પામેલા ખેડૂતોના નામ યાદ કરાવતા રહીશું અને તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.”

3 ઓક્ટોબરના રોજ હિંસા થઈ ત્યાંથી લગભગ એક કિલોમીટર દૂર ટિકોનિયાના એક ખેતરની જમીનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને પાણીની બોટલ, બિસ્કિટ અને ખોરાકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *