લાખો લોકોને ઘેલું લગાડતી એક અનોખી એપ્લિકેશનઃ ક્લબહાઉસ

| Updated: July 2, 2021 7:15 pm

કોરોના વાયરસના કાળમાં ઝુમ અને દાલગોના જેવી એપ્લિકેશનથી સૌ કોઈ વાકેફ થઈ ગયા.જેણે વર્ચ્યુલ ક્લાસરૂમથી લઈને કોન્ફરન્સ રૂમ સુધીની સુવિધા આપી છે. કોરોનાની બીજી વેવમાં ઓન્લી ઓડિયો એપ્લિકેશનથી અનેક લોકો ક્નેક્ટ થયા છે. પણ એક એવી પણ એપ્લિકેશન છે જેને એક ઘેલું લગાડ્યું છે. જેનું નામ છે ક્લબહાઉસ. જેવું નામ એવું જ એનું કામ. અત્યાર સુધીમાં એના કુલ 10 મિલિયનથી વધારે ડાઉનલોડ છે. એ પણ માત્ર એક જ વર્ષમાં. ખાસ વાત તો એ છે કે, આ એપ્લિકેશન એલન મસ્કથી લઈને કરણ જોહર સુધીના સેલિબ્રિટી પણ વાપરે છે. 

આ એક ઓડિયો એન્લી સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ્લિકેશન છે. જેમાં લોકો પોતાનું એક સર્કલ બનાવી શકે છે, વાતો કરી શકે અને સંવાદ પણ સાધી શકે છે. જેમાં જુદા જુદા વિષય પર થયેલી અનેક લોકોની વાત પણ સાંભળવા માટે મળી રહે છે. ઈન્ડિયા સેક્શનના કન્વર્ઝેશનમાં આવેલા ચેટરૂમમાં હનુમાન ચાલિસાથી અંતાક્ષરી સુધી, પોલિટિક્સથી લઈને ઈન્વેસમેન્ટ ટિપ્સ સુધીના તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ભારતમાંથી પણ આ એપ્લિકેશસન ડાઉનલોડ કરનારા વધી રહ્યા છે. તા.21 મેથી તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ પ્રાપ્ય કરી દેવામાં આવી હતી. 

જ્યારે પણ કોઈ એપ્લિકેશન પ્રત્યે કોઈ ઉત્સુકતા હોય અને કંઈક મિસ થવાની કોઈ બીક લાગતી હોય જેને ફોમો કહે છે. તે હોય છે. રાજસ્થાનના મહાનગર જયપુરનો રહેવાસી સંચીત તક્સાલી કહે છે કે, હું આ ક્લબહાઉસ એપ્લિકેશનમાં એક ગ્રૂપનો એડમીન છું. જેનું નામ છે ઈન્ડિયન સ્ટોક માર્કેટ અને ફાયનાન્સિયલ નેટવર્ક. એપ્લિકેશનમાં જેને ઈન્વાઈટ કરીએ એ જ આવી શકે છે. જે લોકો આ ગ્રૂપના મેમ્બર્સ છે અને જોડાયેલા છે તે બીજાને ઈન્વાઈટ કરી શકે છે. ટ્વીટર,  ફેસબુક અને સ્પોટીફાઈ જેવી એપ્લિકેશને પણ પોતાના ઓડિયો પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે. સંચીતના ગ્રૂપને હજારો 100થી વધારે લોકો ફોલો કરે છે. જ્યારેથી તેણે ક્લબહાઉસ જોઈન કર્યું છે ત્યારથી એમાં વધારો થઈ રહ્યો છે. તે અઠવાડિયે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેમાં ટ્રેન્ડ, ફાયનાન્સ અને બીજા સંવાદ પર અપડેટ ચેક કરે છે. 

કુલ 134 કરોડ એડવાઈઝર માર્કેટમાં છે. એટલે દરેક વ્યક્તિ પાસે કોઈ એવો વિષય છે જેના પર તે બોલવા માટે તૈયાર છે. એટલે એ આપણા પર છે કે, આપણે શું પસંદ કરીએ છીએ અને ક્યા વિષય પર વાત કરીએ છીએ. પણ આમાંથી ઘણા પૂરતા શિક્ષિત નથી. મોટાભાગના એવી કોઈ એડવાઈસ આપવા માટે યોગ્ય પણ નથી. 

મહામારી દરમિયાન ટિકટોક અને બીજી કેટલીક એપ્લિકેશનની જેમ ક્લબહાઉસ પણ એ વાતની સાક્ષી બની રહી છે જેમાં લોકો વાતો કરવા માટે એકઠા થયા છે. ટિકટોકની જેમ આમા પણ ઘણા એવા લોકો છે જે ક્વોલિફાઈ નથી એટલે એની એડવાઈસ માનવા જેવી નથી. જેના કારણે એક પ્રકારનો પ્રાયવસીને લઈને ઈસ્યુ થાય છે. પણ તાજેતરમાં જાણીતા સેલિબ્રિટિનો મુદ્દો ચર્ચામાં છે. 

આ મોબાઈલ એપ્લિકેશને સ્ત્રીઓ માટે પોતાનો અવાજ મજબુત કરવાના દ્વાર ખોલી નાંખ્યા છે. એવું સલોની સંઘવીનું કહેવું છે. જેઓ એક અનુભવી છે અને ફાયનાન્સિયલ સર્વિસ સાથે જોડાયેલા છે. માય વેલ્થ ગાઈડ સાથે જોડાયેલા છે. અહીં તમારા મતની એક ચોક્કસ વર્ગ પર મોટી અસર થાય છે. સામાન્ય રીતે જ્યારે ફાયનાન્સ લક્ષી વાતચીત થાય ત્યારે એમાં પુરૂષોનું પ્રાધાન્ય જોવા મળે છે. પુરૂષોનો એક પ્રકારનો દબદબો હોય છે. સંઘવીએ ઘણા સમય પહેલા ક્લબહાઉસ જોઈન કરી લીધું હતું. આ એ સમયની વાત છે જ્યારે આ એપ્લિકેશન માત્ર આઈફોન પુરતી મર્યાદિત હતી. જાન્યુઆરી 2021માં તેણે જોઈન કર્યું અને ત્રણ મહિના સુદી જુદી જુદી વાતચીત સાંભળી. ઈન્ડિયા ઈન્વેસ્ટિંગ ક્લબમાં તેણે એક હોસ્ટનું કામ પણ કર્યું. 

આ ક્લબહાઉસના કુલ 3700 ફોલોઅર્સ છે. ફાયનાન્સિલ સર્વિસ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતો એમાં સમયાંતરે હોસ્ટ કરે છે. જેમાં જુદા જુદા વિષયોની ચર્ચા થાય છે. અહીં પ્રશ્ન ક્વોલિટીનો રહ્યો છે. તે કહે છે કે, ક્લબહાઉસ ઘણી રીતે અપડેટ થયું છે. આ એક ખૂબ નજીકના મનાતા લોકોનું મોટું નેટવર્ક છે. જેમાં લોકો પોતાનો મત વ્યક્ત કરે છે. પણ અત્યારે એમાં સાચો ચેટરૂમ શોધવો  કઠિન છે.

આ ઉપરાંત યુઝર્સની પ્રાયવસીને લઈને પણ એક પ્રશ્ન ચર્ચામાં છે. ક્લબ હાઉસમાં રહેલા ઓડિયો ખાસ કરીને વાતચીતના ઓડિયો સમયાંતરે ડીલીટ કરી દેવામાં આવે છે. ત્યારે ટ્વીટર જેવી કંપની આવા ઓડિયોને સાચવી રાખે છે. જ્યારે ક્લબહાઉસમાં રૂમ ક્લોઝ કરો છો ત્યારે એ ડીલીટ થઈ જાય છે. પણ એપ્લિકેશન બધાને આકર્ષે છે. ખાસ કરીને પર્સનલ ફાયનાન્સ ચેટરૂમમાંથી પણ લોકો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. 

Your email address will not be published.