બોલો જુબાં કેસરી: સુરતમાં બે ટેમ્પા ભરી 42 બોરી વિમલ ગુટખાની ચોરી

| Updated: August 6, 2022 4:45 pm

સુરતમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વિમલની ચોરી થતા પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઈ છે. તસ્કરોએ જય અંબે ટેડ્રસ નામની દુકાનને નિશાન બનાવી તેના ગોડાઉનમાંથી બે બોરા વિમલના લઈને ફરાર થઈ ગયા હતા. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

કડોદરા ચાર રસ્તા નજીક નિતિનકુમાર ગમનલાલ મોદીની જય અંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનની પાસે જ તોમનો ગોડાઉન પણ આવેલો છે. ગત વહેલી સવારે તસ્કરોએ ગોડાઉનની બહાર ઉભો વોચમેનને બંધક બનાવી તેને ઢોર માર માર્યો હતો અને ગોડાઉનમાંથી પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટખાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતો.

જયારે માલિક સવારે ગોડાઉનમાં આવ્યો ત્યારે ગોડાઉનમાંથી લાખોની કિંમતની વિમલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી તપાસી આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

નાયબ પોલીસ અધિક્ષકે આ અંગે જણાવ્યું કે, ત્રણ શખ્સો દ્વારા ગોડાઉનમાંથી વિમલની ચોરી કરવામાં આવેલ છે. આ આરોપીઓ વિમલની 42 બોરીઓ અને કેટલાક છૂટક પેકેટ લઈ ગયા છે. ચોરી કરી બહાર નીકળ્યા તે વેળા તેઓની નજર સીસીટીવી કેમેરા પર ગઈ હતી જેથી તેઓએ લાકડી વડે કેમરો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ આ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published.