રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે દ્વારકા, અંબાજી અને બહુચરાજી મંદિરો ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 23 તારીખ સુધી મંદિરો બંધ રાખાવોનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દ્વારકામાં મોટી સંખ્યમાં લોકો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. જેથી સંક્રમણ વધવાનો ભય રહેતો હોય છે. જેથી દ્વારકા કલેકટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું કે, આવતીકાલ 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પરંતુ મંદિરમાં ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG માં લાઈવ નીહાળી શકાશે.
ત્યારે મહેસાણામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેથી યાત્રાધામ બહુચરાજી મંદિર પણ આવતીકાલ એટલે 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, પૂનમ હોવાથી મોટી સંખ્યામાં લોકો અહિંયા દર્શન કરવા માટે આવતા હોય છે. જેથી હાલ કોરોના મહામારીને જોતા મંદિર બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણ લઈ 15 જાન્યુઆરી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે. વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, મંદિરનું લાઈવ પ્રસારણ WWW.shreeshamlajivishnutemple.org કરવામાં આવશે.