ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 10 લાખથી વધુ મહિલાઓ અનેક અત્યાચારનો ભોગ બની

| Updated: May 8, 2022 9:27 pm

  • મધર્સ ડેની ઉજવણી થઈ, મહિલા શક્તિ પર અત્ચાર ક્યારે બંધ થશે
  • સૌથી વધારે ઘરેલું હિંસા, હેરસમેન્ટ, એક્સ્ટ્રા મેરિટીયલ ઈસ્ય દ્વારા મહિલાને યેનકેન પ્રકારે હેરાન

મધર્સ ડેની ઉજવણી ધુમધામથી કરવામાં આવી રહી છે તેમ છતા પણ સમાજમાં ક્યાકને ક્યાક મહિલાઓ હજુ પણ અસુરક્ષીત હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. રાજયમાં દરરોજ મહિઓ પર અત્યાચાર થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 10 લાખથી પણ વધુ મહિલાઓ અલગ અલગ અત્યાચારનો ભોગ બની છે. જેમાં સૌથી વધારે ઘરેલું હિંસા, હેરસમેન્ટ, એક્સ્ટ્રા મેરિટીયલ ઈસ્ય દ્વારા મહિલાને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહી હોવાનો ચોક્કાવનારો આકડો અભયમ મહિલા હેલ્પલાઈનમાં નોંધાયો છે.

8 મે મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, લોકો પોત પોતાની માતા સાથેના ફોટા સોશિયમ મીડિયામાં રાખી શુભેચ્છાઓ આપતા હોય છે. તે દિવસે સોશિયલ મિડીયામાં ફોટા મુકવાનુ ઘોડાપુર ચાલી રહ્યુ હોય તેમ લાગે છે. તેની વચ્ચે પણ સમાજમાં હજુ પણ મહિલાઓ અસુરક્ષિત હોય તથા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી હોય તેવા ચોક્કાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં મહિલાઓ પર થઈ રહેલી ઘરેલુ હિંસા, નશો કરીને મહિલા સાથે મારામારી, એક્સ્ટ્રા મેરીયલ ઈસ્યુ, છેડતી, સહિતની હિંસાઓનો મહિલાઓ આજે પણ ભોગ બની રહી છે.

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 10 લાખથી વધુ મહિલાઓ અલગ-અલગ અત્યાચારનો ભોગ બની છે. જેમાં સૌથી વધારે ઘરેલું હિંસા, હેરસમેન્ટ, એક્સ્ટ્રા મેરિટીયલ ઈસ્ય દ્વારા મહિલાને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહી હોવાનો ચોક્કાવનારો આકડો સામે આવ્યો છે. 181 પર સૌથી વધુ નોંધાયેલા કેસો જેમાં ઘરેલુ હિંસાના 3,90,780, ટોર્ચર તેમજ હેરાનગતીના 60,081, લિગલ ઈસ્યુના 28,333 કેસો સામે આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં મહિલા ઉત્પીડનના 81,300 જેટલા જ કેસ હતો જે વધીને અત્યારે 1.50 લાખને પણ પાર પહોંચી ગયા છે એટલે કે મહિલા ઉત્પીડનના કેસોમાં 90 ટકાનો વધારો નોંધાયો છે. સાથે સાથે સોશિયલ મિડીયાનો વધતો જતો ઉપયોગ પણ મહિલાઓ માટે હેરાન કરી રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. સોશિયલ મીડિયામાં મહિલાની પોસ્ટો વાયરલ કરવાની ધમકી આપીને પણ હેરાનગતિ કરતા હોવાના કેસો પણ ઘણા બધા વધવા લાગ્યા છે.

દર વર્ષે સરેરાશ 1 લાખથી વધારે મહિલા અત્યાચારનો ભોગ બને છે

મહાનગરોમાં મહિલા પર થતા અત્યાચારના કેસની વાત કરીયે તો અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 18,974 કેસ સામે આવે છે. જ્યારે રાજકોટમાં દર વર્ષે 9,288 અને વડોદરામાં 11,328 અને સુરતમાં 9,671 દર વર્ષે અલગ-અલગ અત્યાચારનો ભોગ બનતા 181નો સહારો લીધો હતો. આ રીતે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે સરેરાશ 1 લાખથી વધારે મહિલાઓ અત્ચારનો ભોગ બની રહી છે.

10 વર્ષમાં મેટ્રો સિટીમાં નોંધાયેલા અલગ-અલગ મહિલા ઉત્પીડનના બનાવો

અમદાવાદ – 1,51,792

રાજકોટ – 74,306

વડોદરા – 90,628

સુરત – 77,371

Your email address will not be published.