ભારત-સિંગાપોર વચ્ચે MAS-IFSCA સુપરવાઇઝરી MoU અને NSE IFSC-SGX કનેક્ટની શરૂઆત

| Updated: July 29, 2022 4:03 pm

ધ મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (એમએએસ) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસી)એ 29 જુલાઈ 2022ના રોજ ગુજરાત ઇન્ટરનેશલ ફાઇનાન્સ ટેક- સિટી (ગિફ્ટ સિટી) ખાતે સુપરવાઇઝરી કો-ઓપરેશનમાં મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર સહીસિક્કા કર્યા હતા. સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ ગ્રૂપ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ) એક જ દિવસે NSE IFSC-SCX કનેક્ટ (“કનેક્ટ”) લોન્ચ કરશે.. ભારતમાં રિપબ્લિક ઓફ સિંગાપોરના હાઈ કમિશનર, સિમોન વોંગ, 29 જુલાઈની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ સમારંભમાં ભાગલેશે. સિંગાપોરના સરકારી અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ સાથે SGX ગ્રુપ અને NSEનાં પદાધિકારીઓ પણ ભાગ લેશે.

MAS-IFSCA સુપરવાઇઝરી એમઓયુ

હાઈ કમિશનર સિમોન વોંગે જણાવ્યું હતું કે,સુપરવાઇઝરી કોઓપરેશન પર MoU અમારા નાણાકીય નિયમનકારી સત્તામંડળો વચ્ચે ઉચ્ચ સ્તરની પારસ્પરિક અનુકૂળતા અને સિંગાપોર અને ભારત વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોને પ્રતિબિંબિત કરે છે.સિંગાપોર ભારત સાથે શ્રેષ્ઠ પદ્ધતિઓનાં આદાનપ્રદાન અને બિઝનેસ માટે સુવિધાજનક નિયમનકારી વ્યવસ્થા ઊભી કરવા માટે અમારા અનુભવો વહેંચવા તૈયાર છે. MAS અને IFSC વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ટેકનિકલ સહકારના સંબંધમાં સુપરવાઇઝરી સહકાર, પરામર્શ અને માહિતીનું આદાન-પ્રદાન માટે માટે ઔપચારિક આધાર ઉભો કરશે.MoUનો ઉદ્દેશ સમયસર અને અસરકારક નિરીક્ષણની સુવિધા, નાણાકીય વ્યવસ્થા માટેનાં જોખમોને ઓળખવાનો અને બંને પક્ષો વચ્ચે ક્ષમતા નિર્માણની પહેલને મજબૂત કરવાનો છે.

NSE  IFSC-SGX કનેક્ટ

“જ્યારે આંતરરાષ્ટ્રીય મૂડીબજારમાં બે અગ્રણી ખેલાડીઓ પારસ્પરિક લાભ માટે સહયોગ સાધે છે ત્યારે આ પ્રોજેક્ટ શું શક્ય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. તે સિંગાપોર અને ભારતનાં લાંબા ગાળાનાં અને વિસ્તૃત પાયાનાં દ્વિપક્ષીય સંબંધોનું પણ પ્રતીક છે. અમને ખુશી છે કે વડાપ્રધાન મોદીજીના સહયોગતી આટલા મોટા અને જટિલ પ્રોજેક્ટની કલ્પના થઈ શકી છે અને તેનો સફળતાપૂર્વક અમલ થઈ શક્યો છે, એમ હાઈ કમિશ્નર સિમોન વોંગે જણાવ્યું હતું. આ જોડાણથી વૈશ્વિક સંસ્થાઓ SGX ગ્રૂપ દ્વારા સ્થાપિત નવીન માળખા મારફતે NSE IFSC ખાતે નિફ્ટી ઇક્વિટી ડેરિવેટિવ્ઝનો વેપાર કરી શકશે. તેનો પાયો સપ્ટેમ્બર, 2020માં નંખાયો હતો, જ્યારે SGX ગ્રુપ અને NSEએ કનેક્ટ સ્થાપિત કરવા માટે સહયોગ કરાર કર્યો હતો. નવેમ્બર, 2021માં “ડેટા કનેક્ટ” 1 જે ગિફ્ટ સિટીમાં  SGX ગ્રૂપની ઓફિસની શરૂઆત થઈ હતી. તે પછી મે 2022માં “નેગોશિએટેડ લાર્જ ટ્રેડ્સ”ની શરુઆત સાથે થઇ હતી.આ ઉપરાંત કનેક્ટ 29 જુલાઈ, 022ના રોજ લાઇવ થશે.આ જોડાણ આંતરરાષ્ટ્રીય અને ગિફ્ટ સહભાગીઓને એકસાથે લાવશે, જેથી ગિફ્ટ સિટીમાં નિફટી પ્રોડકટ્સ માટે મોટા લિક્વિડિટી પૂલનું નિર્માણ કરી શકાય.

Your email address will not be published.