કોંગ્રેસમાં દિગ્ગજ નેતાના રાજીનામા બાદ આજે દિલ્હીથી નેતાઓ અમદાવાદ દોડી આવ્યા

| Updated: August 4, 2022 12:43 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટી મતદાતઓને રિઝવવા માટેના પ્રયાસમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી પણ સક્રિય બની હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે. ગત રોજ કોંગ્રેસના દિગ્ગજ નતાએ ભાજપ જોડાવવા માટેનો નિર્ણય કર્યો હતો. તો બીજી બાજુ દિલ્હીના નેતાઓ ગુજરાત દોડી આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં એક બેઠક મળશે.

કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસની ચૂંટણીને લઈ મીટિંગ થશે. આ મીટિંગમાં મોટા નિર્ણય પણ લેવામાં આવી શકે છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 125 ના લક્ષ્યાંકને પાર પાડવા કોંગ્રેસ દ્વારા એડીચોંટીનો જોર લગાવી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા ખાસ ઉપસ્થિત રહેશે. આજની બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે કામગીરીની સમીક્ષા સાથે સંકલન મામલે ચર્ચા થશે. ગુજરાત પહોંચેલા ટી.એસ. સિંહદેવે મીડિયા સાથે વાત કરતા કરતા કહ્યું કે પીએમ અને કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના હોવા છતાં હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં ગુજરાત 20માં ક્રમે હોવું તે ગંભીર બબાત છે.

આજે મળનારી કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખત જગદીશ ઠાકોર હાજર રહેશે.સાથે જ લોકસભા બેઠક દીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના બે નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે. ગુજરાતના સિનિયર નેતાઓ જેમને 26 લોકસભાના નિરીક્ષકો તરીકે જવાબદારી સોંપાઈ છે તેઓ પણ હાજરી આપશે AICCએ નિમેલા 26 નિરીક્ષકો રાજસ્થાન અને છત્તીસગઢ સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

Your email address will not be published.