જાણો ભુરખીયા હનુમાન દાદા વિશે,જેના માત્ર દર્શન કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે

| Updated: May 5, 2022 5:07 pm

આપણા દેશની પવિત્ર ધરતી પર ઠેર ઠેર મંદિરો જોવા મળે છે અને ભક્તો પણ દેવી- દેવતાઓ પર ખૂબ જ શ્રધ્ધા રાખીને મંદિરે દર્શનાર્થે જતાં હોય છે. ત્યારે એવા પણ મંદિર છે જ્યાં ચમત્કારો થતા હોય છે. એવુ જ એક મંદિર છે જ્યાં હનુમાનદાદા સાક્ષાત બિરાજમાન છે. અહી દાદાનો મહિમા અપરંપાર છે. આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન ઉપર ખૂબજ શ્રદ્ધા રાખવામાં આવે તો તે ભક્તની સામે અવશ્ય સ્વયંભૂ પ્રગટ થતા હોય છે. એવામાં હનુમાનદાદાનું એક એવું મંદિર છે કે જેને ભુરખીયા હનુમાન દાદા (Bhurkhiya Hanuman Dada) તરીકે ઓળખાય છે તેનો મહિમા અપરંપાર છે. આ મંદિર વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ભુરખીયા દાદાનું મંદિર લાઠીના દામનગરમાં આવેલું છે કે જ્યાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. 

એક દાણોદર દાસ બાપુને હનુમાન દાદાએ સપનામાં આવીને જણાવ્યું હતું કે લાઠી અને દામનગરની વચ્ચે આવેલ એક ટેકરી પર સ્વયંભૂ પ્રગટ થઈશ ત્યારે દાણોદર દસ બાપુ ત્યાંના લોકોને આ વાત જણાવી હતી. તેથી જ દાદાની મૂર્તિની સ્થાપના અહી લાઠી અને દામનગરની વચ્ચે આવેલ એક ટેકરી પર કરવામાં આવી અને ત્યારથી હનુમાન દાદાની પૂજા દાણોદરદાસ  બાપુ કરે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં આવતા દરેક ભક્તોની દરેક મનોકામના પણ ભુરખીયા હનુમાન દાદા પૂર્ણ કરે છે એટલુંજ નહીં પરંતુ લાખો ભક્તોને દાદાએ ચમત્કાર પણ બતાવ્યા છે. તેથી જ કહી શકે છે કે અહી હનુમાનદાદા સાક્ષાત બિરાજમાન પણ હોય શકે છે. એવામાં આ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો અહી આવીને શાંતિ અનુભવે છે અને મંદિરમાં પ્રસાદી પણ આપવામાં આવે છે. 

ભુરખીયા હનુમાન દાદા (Bhurkhiya Hanuman Dada) એ તો કષ્ટભંજન દેવ કહેવાય છે. ભક્તોના દુ:ખ દૂર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનદાદાનો મહિમા અપરંપાર હોવાથી આ મંદિરે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે શાંતિની અનુભૂતિ પણ કરે છે. ત્યારે કહેવાય છે કે ભક્તો પોતાની બધીજ તકલીફો આ દાદાને આપીને જશે અને દાદા ભક્તોની બધીજ સમસ્યાઓ દૂર કરે છે અને ભક્તો પણ હસતા મોઢે ઘરે પરત ફરે છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ એપોલો પાસેથી $750 મિલિયન એકત્ર કર્યો

Your email address will not be published.