આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર; જાણો શ્રાવણિયા સોમવારના ધાર્મિક મહત્ત્વ વિશે

| Updated: August 1, 2022 9:11 am

આજ રોજ શ્રાવણનો (Shravan) પહેલો સોમવાર છે. આ દિવસે બે મહત્વના સંયોગ છે. શ્રાવણ માસના પહેલા સોમવારની સાથે સાથે આજે વિનાયક ચતુર્થી છે. આજ રોજ શ્રાવણના પ્રથમ સોમવારને કારણે શિવાલયોમાં દર્શન માટે ભીડ ઉમટશે. ચાર પ્રહરની પૂજા, રૂદ્રી, પંચાક્ષરની પૂજા, બિલીપત્ર અભિષેકનો દૌર જોવા મળશે. જ્યારે દુર્વા ગણપતિ ચોથને કારણે દૂર્વાથી ભગવાન ગણેશનું પૂજન કરાશે.

શ્રાવણ (Shravan) માસનો પહેલો સોમવાર હોવાથી આ દિવસે ચોખા અર્પણ કરવાનું મહત્વ છે. જ્યારે દુર્વા ગણપતિ ચોથ હોવાથી દૂર્વાથી ભગવાન ગણેશનું પૂજન-અર્ચન કરવાનું અનેરું મહત્વ છે.

શ્રાવણમાં દરેક સોમવારનું મહત્વ હોય છે. સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે. સોમવારે ઉપવાસ કરીને સંયમ સાથે વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. બ્રહ્મચારી, ગૃહસ્થ, કન્યા કે પરિણીતા સ્ત્રી કોઈપણ ભગવાન શિવની પૂજા કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે. શ્રાવણ સોમવારના વ્રતમાં પૂજાનો સૌથી સારો સમય સાંજનો એટલે પ્રદોષ કાળનો માનવામાં આવે છે. ભગવાન શિવએ જ આ સમય જણાવ્યો છે. જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો છે.

સાંજે સૂર્યાસ્ત પછી શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે સૂર્ય અસ્ત થતાં જ પ્રદોષ કાળ શરૂ થઈ જાય છે અને રાત શરૂ થવા સુધી આ સમય રહે છે. આ પ્રકારે દિવસ અને રાતની વચ્ચેનો સમય જે લગભગ 2 કલાક 24 મિનિટનો માનવામાં આવે છે. શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સમય શિવજી પ્રસન્ન મુદ્દામાં રહે છે. એટલે પ્રદોષ કાળમાં ખાસ પૂજામાં ભગવાન જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણ મહિનાના સોમવારે રૂદ્રાભિષેક કરીને બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્ર, દક્ષિણા દાન કરવાથી સુખ અને સંપત્તિ વધી જાય છે.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં જે લોકો ઉપવાસ કરે છે તેઓ માટે અંબાજી મંદિરમાં મળશે ફરાળી પ્રસાદ

Your email address will not be published.