સિનિયર સિટિજન્સને આવકવેરામાં મળતા આ સાત લાભ વિશે જાણો

| Updated: June 24, 2022 9:35 am

વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટિજન્સને ટેક્સમાં કેટલીક છૂટછાટ મળે છે જેનો તેઓ લાભ લઈ શકે છે. ટેક્સ બેનિફિટ્સ તેમને ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગની પ્રક્રિયા પણ આસાન કરવામાં આવી છે.વરિષ્ઠ નાગરિકોને મળતા આવકવેરાનાં લાભો પરચાલો એક નજર કરીએ.

ટેક્સ-સ્લેબના જુદા જુદા દરો
વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરાના સ્લેબના દર બિન-વરિષ્ઠ નાગરિકોની તુલનામાં અલગ છે.

₹50,000 સુધીના વ્યાજ પર ટેક્સમાં છૂટ
એસએજી ઇન્ફોટેકના એમડી સીએ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19થી કલમ 80ટીટીબી અમલમાં આવી છે જે  50,000ના વ્યાજ માટે કપાતની મંજૂરી આપે છે. 50,000થી વધુની કમાણી કરનાર રકમ પર સિનિયર સિટિઝન્સ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા સ્લેબ રેટ્સ અનુસાર ટેક્સ લાગશે. જો કે, એ નોંધવું જરૂરી છે કે આવા કિસ્સાઓમાં બચત ખાતા પરના 10,000નાં વ્યાજ માટે કલમ 80ટીટીઓ હેઠળ કપાત મળશે નહીં.

મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી માટે કલમ 80ડી હેઠળ કપાત
ફિનકોર્પિટ કન્સલ્ટિંગના ડિરેક્ટર અને કો-ફાઉન્ડર ગૌરવ કપૂરે જણાવ્યું હતું.કલમ 80ડી બિન-વરિષ્ઠ નાગરિકોને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી પર રુ.25,000ની કપાતની મંજૂરી આપે છે, જો કે વરિષ્ઠ નાગરિકો માટે તે વધારીને રુ.50,000 કરવામાં આવી છે. આ મર્યાદા અગાઉ રુ.30,000 હતી, પરંતુ બજેટ 2018માં તે વધારીને રુ.50,000 કરવામાં આવી છે. વધુમાં, કલમ 80ડી માત્ર મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી માટે જ નહીં, પરંતુ ખૂબ જ વરિષ્ઠ નાગરિકો દ્વારા સારવાર પર કરવામાં આવેલા ખરેખર ખર્ચ માટે પણ કપાતની મંજૂરી આપે છે.

એડવાન્સ ટેક્સ ચુકવવો જરૂરી નથી
કોઈપણ વ્યવસાયિક આવક ન ધરાવતા વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટિઝન)ને એડવાન્સ ટેક્સની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેઓ તેમની કુલ આવક પર સેલ્ફ એસેસમેન્ટ કરીને ટેક્સ ચુકવવાનો હોય છે.

વ્યાજ પર ટીડીએસની કપાત નહીં
જો કોઈ સિનિયર સિટીઝનની કુલ આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી હોય અને તે નાણાકીય વર્ષ માટે ઝીરો ટોક્સ ભરવાપાત્ર હોય તો તે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ પર ટીડીએસની કપાત ન કરવા માટે ફોર્મ 15એચ રજૂ કરી શકે છે.

આ ઉપરાંત બજેટ 2018માં કરાયેલા સુધારા સાથે સિનિયર સિટિઝન્સ માટે કલમ 194એ હેઠળ કરકપાતની મર્યાદા પણ રુ.10,000થી વધારીને રુ.50,000 કરવામાં આવી છે, તેમ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું.

 બિમારી માટે કલમ 80ડીડીબી હેઠળ ઉચ્ચ કપાત
કલમ ૮૦ ડીડીબી કરદાતાઓને ચોક્કસ બિમારીની તબીબી સારવાર પરના ખર્ચના કિસ્સામાં કર કપાતમાં રાહત આપે છે. અગાઉ સિનિયર સિટિજન માટે રુ.60,000ની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બજેટ 2018માં તેને વધારીને રુ.1,00,000 કરાઇ છે.

રિવર્સ મોર્ગેજ સ્કીમ હેઠળ મળેલી રકમ પર કોઈ ટેક્સ નહીં
રિવર્સ મોર્ગેજ સ્કીમથી સિનિયર સિટીઝન પોતાના ઘરને આજીવન ગીરવે મૂકીને નિયમિત પેમેન્ટ મેળવે છે જ્યારે માલિકી અને પઝેશન સિનિયર સિટીઝન પાસે જ રહે છે. આ યોજનાથી લોન લેનારના મૃત્યુ બાદ મિલકતના વેચાણ દ્વારા કમાયેલા વ્યાજ સાથે લોનની ચુકવણી થાય છે અને વેચાણ પર મેળવેલી બાકીની રકમ કાનૂની વારસદારોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ સિનિયર સિટિજનને હપ્તામાં ચૂકવવામાં આવતી રકમને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.

Your email address will not be published.