અમરેલીના જાફરાબાદ પંથકના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે દીપડાની લટાર

| Updated: January 6, 2022 3:48 pm

અમરેલી જીલ્લાના જાફરાબાદ શહેરમાં દીપડાની લટાર જોવા મળી હતી. જાફરાબાદ શહેરમાં નેસડી મોહલ્લા વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો હતો. દીપડાની આ લટાર CCTVમાં કેદ થઈ ગઈ હતી.

નેસડી મહોલ્લા વિસ્તારમાં દીપડો દીવાલો કુદીને નીચે આવ્યો હતો. દીપડો ભાગતા પાછળ કુતરા દોડ્યા હોવાના દર્શ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. અહી વારંવાર સિંહો અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસી જવાની ઘટનાઓ બને છે ત્યારે ફરીથી નેસડી મહોલ્લામાં દીપડાએ દેખા દેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

(અહેવાલ : વીરજી શિયાળ)

Your email address will not be published. Required fields are marked *